/connect-gujarat/media/media_files/2025/04/10/OjgxJFcpe0JKv5dEFwxn.jpg)
શાનદાર ફોર્મમાં રહેલી દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમો એકબીજા સામે ટકરાશે.
IPL 2025 ની 24મી મેચ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાશે. આ દરમિયાન વિરાટ કોહલીનો સામનો મિશેલ સ્ટાર્ક સામે થશે. દિલ્હીએ અત્યાર સુધી રમાયેલી ત્રણેય મેચ જીતી છે જ્યારે આરસીબીએ ચારમાંથી ત્રણ મેચમાં વિજય મેળવ્યો છે. બંને ટીમો અનુક્રમે પ્રથમ અને ત્રીજા સ્થાને છે.
દિલ્હીએ સાવધાન રહેવું પડશે
આરસીબીએ કોલકાતા, ચેન્નઈ અને મુંબઈમાં જીત મેળવી હતી પરંતુ તેનો એકમાત્ર પરાજય ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ સામે થયો હતો. જોકે, હારનું કારણ ટીમની કોઈ ખામી નહોતી પરંતુ ચિન્નાસ્વામી સ્ટેડિયમની પિચે તેમને આશ્ચર્યચકિત કરી દીધા. RCB એ દિલ્હી સામે સાવધ રહેવું પડશે, જેણે વિશાખાપટ્ટનમ અને ચેન્નઈ જેવી વિવિધ પિચો પર જીત નોંધાવી છે. જોકે, વિરાટ ફોર્મમાં આવતાની સાથે જ યજમાન ટીમનું મનોબળ ઉંચુ છે.