Connect Gujarat
દેશ

IIM અમદાવાદમાંથી પાસ આઉટ થયેલ ડો.વી અનંત નાગેશ્વરન દેશના મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિયુક્ત

નાણામંત્રી નિર્મલા સીતારમણ1 ફેબ્રુઆરી 2022ના રોજ નાણાકીય વર્ષ 2022-23માટે કેન્દ્રીય બજેટ 2022-23 રજૂ કરવા જઈ રહ્યાં છે.

IIM અમદાવાદમાંથી પાસ આઉટ થયેલ ડો.વી અનંત નાગેશ્વરન દેશના મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિયુક્ત
X

નાણામંત્રી નિર્મલા સીતારમણ1 ફેબ્રુઆરી 2022ના રોજ નાણાકીય વર્ષ 2022-23માટે કેન્દ્રીય બજેટ 2022-23 રજૂ કરવા જઈ રહ્યાં છે. ત્યાં જ બજેટના માત્ર 3 દિવસ પહેલા જ મોદી સરકારે ડો. વી અનંત નાગેશ્વરનને મુખ્ય આર્થિક સલાહકાર એટલે કે CEA તરીકે નિયુક્ત કર્યા છે. ડિસેમ્બર 2021માં કેવી સુબ્રમણ્યમનો કાર્યકાળ પૂરો થયો ત્યારથી આ પોસ્ટ ખાલી પડી હતી. સુબ્રમણ્યમ 3 વર્ષ સુધી દેશના CEA હતા.ડો. વી અનંત નાગેશ્વરને બિઝનેસ અને આર્થિક બાબતો નો ખુબ જ મોટો અનુભવ છે. તેમણે વર્ષ 1985માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (IIM), અમદાવાદમાંથી એમબીએનો અભ્યાસ કર્યો છે.

પછી 1994માં તેમણે મેસેચ્યુસેટ્સ યુનિવર્સિટી માંથી ફાઇનાન્સમાં ડોક્ટરેટ ડિગ્રી મેળવી હતી. સ્વીટ્ઝર્લેન્ડ માં તેમણે ઘણી પ્રાઇવેટ વેલ્શ ઇન્સ્ટિટ્યૂશન માટે રિસર્ચ વર્ક માટે સંશોધન કાર્યમાં મુખ્ય ભૂમિકા ભજવી છે.તેઓ ઓક્ટોબર 2018 થી ડિસેમ્બર 2019 સુધી IFMR ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસ ના ડીન પણ રહ્યા હતા. ઓક્ટોબર 2019 માં તેમણે ભારતમાં વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના પાર્ટ-ટાઇમ સભ્ય તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા.

તેમણે આ જવાબદારી 2 વર્ષ સુધી નિભાવી હતી. તેઓ ક્રેડિટ સુઈસ એજી અને જુલિયસ બેર ગ્રુપના એક્ઝિક્યુટિવ પણ રહ્યા છે.જો નાગેશ્વર CEA તરીકે નિયુક્ત કરવામાં આવે છે તો તેમની પાસે ભારતીય અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાની મહત્વપૂર્ણ નીતિ ઘડવાની જવાબદારી હશે. સીઈઓના પદ નાણા મંત્રાલયમાં સચિવની સમકક્ષ હોય છે. તેમનું કામ આર્થિક મુદ્દાઓ પર સરકારને અભિપ્રાય આપવાનું તેમજ અર્થવ્યવસ્થાના માર્ગમાં આવતા અવરોધો ને ઓળખવાનું અને તેને દૂર કરવાના ઉપાયો સૂચવવાનું હોય છે

Next Story