જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ,5 આતંકી ઠાર, 2 જવાન ઘાયલ

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ સવારે એક મોટું ઓપરેશન હાથ ધર્યું હતું. કુલગામ જિલ્લાના કાદર વિસ્તારમાં થયેલા આ એન્કાઉન્ટરમાં પાંચ આતંકી ઠાર કરાયા હોવાનું જાણવા મળ્યું છે.

New Update
15 army1
Advertisment

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ સવારે એક મોટું ઓપરેશન હાથ ધર્યું હતું. કુલગામ જિલ્લાના કાદર વિસ્તારમાં થયેલા આ એન્કાઉન્ટરમાં પાંચ આતંકી ઠાર કરાયા હોવાનું જાણવા મળ્યું છે.

Advertisment

આ ઉપરાંત એન્કાઉન્ટરમાં બે જવાન પણ ઘાયલ થયા છે. ભારતીય સેનાના ચિનાર કોર્પ્સનું કહેવું છે કે આતંકીઓએ સુરક્ષા દળો પર ભારે ગોળીબાર શરૂ કરી દીધો હતો. ચિનાર કોર્પ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરી માહિતી આપી છે. જેમાં લખ્યું કેકુલગામના કાદરમાં 19મી ડિસેમ્બરે આતંકીઓ હોવાની માહિતી મળી હતી. ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા કાદરકુલગામમાં સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં સુરક્ષા દળોએ પાંચ આતંકીઓને ઠાર માર્યા છે. એન્કાઉન્ટર દરમિયાન બે જવાનો ઘાયલ થયા છે અને તેમને તબીબી સારવાર માટે લઈ જવામાં આવ્યા છે.

Latest Stories