અયોધ્યામાં શ્રીરામ મંદિરના ભવ્ય શિખર પર ધ્વજારોહણ,લહેરાયો ભગવો ધ્વજ, PM મોદીની વિશેષ ઉપસ્થિતિ

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા ચડાવવામાં આવી હતી.

New Update
  • અયોધ્યામાં લહેરાયો ભગવો ધ્વજ

  • શ્રી રામ મંદિરના શિખર પર કરાયું ધ્વજારોહણ

  • અમદાવાદમાં બન્યા છે ધ્વજ દંડ અને ધ્વજા

  • પીએમ મોદીના હસ્તે કરાયું ધ્વજારોહણ

  • પીએમ મોદીએ સૌને પાઠવી આ ક્ષણની શુભેચ્છા 

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા ચડાવવામાં આવી હતી. આ પ્રસંગની ખાસ વાત એ છે કે શિખર પર લગાવવામાં આવેલો ધ્વજ દંડ અને ધ્વજા બંને અમદાવાદમાં બનાવવામાં આવ્યા છે.

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.નવા મંદિરના નિર્માણ બાદ શિખર વિના જ ગયા વર્ષે મંદિરમાં દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. હવે શિખર સાથે આખું મંદિર બનીને તૈયાર થયું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા ચડાવવામાં આવી હતી.

અયોધ્યામાં રામ મંદિરની ટોચ પર ભગવો ધ્વજ ફરકાવવામાં આવ્યો છે. આ દરમિયાન ભક્તોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રીરામ મંદિરમાં અષ્ટોત્તર પૂજન શરૂ કર્યું હતું. તેમની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ,RSS વડા મોહન ભાગવત પણ હાજર રહ્યા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ઐતિહાસિક ધ્વજારોહણ સમારોહ પહેલા શેશાવતાર મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. પીએમ મોદીએ સપ્તમંદિરની મુલાકાત લીધીજેમાં મહર્ષિ વશિષ્ઠમહર્ષિ વિશ્વામિત્રમહર્ષિ અગસ્ત્યમહર્ષિ વાલ્મીકિદેવી અહલ્યાનિષાદરાજ ગુહા અને માતા શબરીને સમર્પિત મંદિરો આવેલા છે. અયોધ્યા શ્રી રામ મંદિર પહોંચતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોડ શો યોજીને સૌનું અભિવાદન ઝીલ્યું હતું,અને પીએમ મોદીએ આ શુભ અવસરની સૌને શુભેચ્છા પાઠવી હતી.

 

Latest Stories