દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જાહેરાત, એકલા જ ચૂંટણી લડવાનો કર્યો હુંકાર

AAP એ ચિત્ર સ્પષ્ટ કર્યું છે કે આમ આદમી પાર્ટી દિલ્હીમાં એકલા હાથે ચૂંટણી લડશે. ગઠબંધનને લઈને મંગળવારે રાત્રે I.N.D.I.A.ના નેતાઓ વચ્ચે બેઠક થઈ હતી.

New Update
Delhi Assembly Election

દિલ્હીમાં ફેબ્રુઆરીમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઇને આમ આદમી પાર્ટીએ મોટી જાહેરાત કરી છે. કેજરીવાલે બુધવારે પોતાના એકાઉન્ટ પર પોસ્ટ કર્યું કે AAP દિલ્હીમાં એકલા જ ચૂંટણી લડશેકોંગ્રેસ સાથે ગઠબંધનની કોઈ સંભાવના નથી.

અગાઉ જાણકારી મળી હતી કે કોંગ્રેસ અને AAP વચ્ચે ગઠબંધન માટે સમજૂતી અંતિમ તબક્કામાં છે. કોંગ્રેસને 15 બેઠકો મળી શકે છે અને અન્ય I.N.D.I.A ગઠબંધન સભ્યોને 1 કે 2 બેઠકો મળી શકે છે. બાકીની બેઠકો પર આમ આદમી પાર્ટી પોતે ચૂંટણી લડશે. પરંતુ હવે AAP એ ચિત્ર સ્પષ્ટ કર્યું છે કે આમ આદમી પાર્ટી દિલ્હીમાં એકલા હાથે ચૂંટણી લડશે. 

ગઠબંધનને લઈને મંગળવારે રાત્રે I.N.D.I.A.ના નેતાઓ વચ્ચે બેઠક થઈ હતી. આ પછી જ બુધવારે કેજરીવાલે એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે તમામ પક્ષોએ તૈયારીઓ તેજ કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ 9 ડિસેમ્બરના રોજ તેના 20 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી.આ પહેલા AAPએ તેના 11 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી.

Latest Stories