Connect Gujarat

હિમાચલ પ્રદેશ : શિમલામાં આવ્યા ભૂકંપના આંચકા, 3.6ની તીવ્રતા સાથે ધરા ધ્રુજી

હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં ગત ગુરૂવારની સંધ્યા 7:47 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની રિક્ટર સ્કેલ પર 3.6ની તીવ્રતા નોંધાઈ હતી

હિમાચલ પ્રદેશ : શિમલામાં આવ્યા ભૂકંપના આંચકા, 3.6ની તીવ્રતા સાથે ધરા ધ્રુજી
X

હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં ગત ગુરૂવારની સંધ્યા 7:47 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની રિક્ટર સ્કેલ પર 3.6ની તીવ્રતા નોંધાઈ હતી. તો સાથે જ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભૂગર્ભમાં 10 કિલોમીટરની ઉંડાઈ પર હોવાનું જાણવા મળ્યું છે.

હિમાચલની રાજધાની શિમલા ભૂકંપના દૃષ્ટિકોણથી સૌથી વધુ સંવેદનશીલ ભાગોમાં આવે છે, ત્યારે શિમલામાં ગત ગુરૂવારની સાંજે લોકોને ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.6 નોંધાઈ હતી તો સાથે જ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભૂગર્ભમાં 10 કિલોમીટરની ઉંડાઈ પર હોવાનું જાણવા મળ્યું છે. જોકે, ભૂકંપના કારણે હજુ સુધી કોઈ જાનહાનિ ન થતાં તંત્રએ રાહત અનુભવી છે. પરંતુ ભૂકંપના આંચકા અનુભવાતાં ઘણા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

અત્રે નોંધનીય છે કે, ભૂકંપના દૃષ્ટિકોણથી હિમાચલ પ્રદેશનું સિસ્મિક ઝોન 4 અને 5માં આવે છે. ભૂકંપના દૃષ્ટિકોણથી કાંગરા, ચંબા, લાહૌલ, કુલ્લુ અને મંડી સૌથી સંવેદનશીલ વિસ્તારો માનવમાં આવે છે. આ વિસ્તારો સિસ્મિક ઝોન 5 હેઠળ આવે છે, જ્યારે રાજ્યના અન્ય વિસ્તારો ઝોન 4 હેઠળ આવે છે, ત્યારે હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં આવેલા ભૂકંપના આંચકાથી લોકોમાં દહેશત જોવા મળી હતી.

Next Story
Share it