ઓડિશાના મયુરભંજમાં બસ અને મોટરસાયકલ વચ્ચે ભયાનક ટક્કર, 3 યુવાનોના ઘટનાસ્થળે મોત...

ઓડિશાના મયુરભંજ જિલ્લાના રાયરંગપુર ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાની ડેમ નજીક નેશનલ હાઇવે 220 પર બસ અને મોટરસાયકલ સામસામે અથડાઈ જેમાં 3 લોકોના મોત નિપજ્યાં

New Update
Odisha Bike Accident

ઓડિશાના મયુરભંજ જિલ્લાના રાયરંગપુરમાં નેશનલ હાઇવે 220 પર થયેલા એક દુ:ખદ માર્ગ અકસ્માતમાં 3 યુવાનોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મળતી માહિતી અનુસારઓડિશાના મયુરભંજ જિલ્લાના રાયરંગપુર ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાની ડેમ નજીક નેશનલ હાઇવે 220 પર બસ અને મોટરસાયકલ સામસામે અથડાઈ હતી.

આ ભયાનક માર્ગ અકસ્માતમાં 3 યુવાનોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. "શ્રી દુર્ગા" નામની બસ રાયરંગપુરથી જશીપુર જઈ રહી હતીજ્યારે 3 યુવાનો ખૂબ જ ઝડપે વિરુદ્ધ દિશામાંથી આવી રહેલા ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જોકેબાઇકચાલકે ઓવરટેક કરતી વખતે કાબુ ગુમાવ્યોઅને મોટરસાયકલ સીધી સામેથી આવતી બસ સાથે અથડાઈ.

આ અકસ્માત એટલો ગંભીર હતો કેત્રણેય યુવાનો રસ્તા પર પટકાયા હતાઅને ત્રણેય યુવાનો તેમની મોટરસાઇકલ સાથે બસ નીચે ફસાઈને કચડાઈ ગયા હતા. માહિતી મળતા જ રાયરંગપુર ટાઉન પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છેત્રણેય મૃતક યુવાનોની ઓળખ થઈ નથી. તો બીજી તરફપોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Latest Stories