Connect Gujarat
દેશ

India Covid-19 : દેશમાં આજે 2 લાખ 86 હજાર 384 નવા કેસ નોધાયા, 573 દર્દીના થયા મોત

કોરોના સંક્રમણના છેલ્લા 24 કલાક દરમિયાન 2,86,384 નવા કેસ નોંધાયા છે. જ્યારે 573 દર્દીના મોત થયા

India Covid-19 : દેશમાં આજે 2 લાખ 86 હજાર 384 નવા કેસ નોધાયા, 573 દર્દીના થયા મોત
X

દેશમાં કોરોનાની ઝડપ હવે ધીમે ધીમે ઘટી રહી છે. જો કે તેનો ખતરો હજુ પણ યથાવત છે. કોરોના સંક્રમણના છેલ્લા 24 કલાક દરમિયાન 2,86,384 નવા કેસ નોંધાયા છે. જ્યારે 573 દર્દીના મોત થયા છે. દેશમાં આજે 3,06,357 લોકો સાજા થયા છે. દેશમાં એક્ટિવ કેસ સંખ્યા 22,02,472 રહી છે. દેશમાં કુલ 1,63,84,39,207 વેક્સિન થયું ચૂક્યું છે.

બુધવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ચેપના 35,756 નવા કેસ નોંધાયા હતા અને રોગચાળાને કારણે 79 દર્દીઓના મોત થયા હતા. કર્ણાટકમાં કોવિડ-19ના 48,905 નવા કેસ સામે આવતાં, સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 36,54,413 થઈ ગઈ છે, જ્યારે વધુ 39 દર્દીઓના મૃત્યુને કારણે મૃત્યુઆંક 38,705 પર પહોંચી ગયો છે. બેંગલુરુ શહેરી વિસ્તારમાં સૌથી વધુ 22,427 નવા કેસ નોંધાયા છે અને આઠ દર્દીઓ મૃત્યુ પામ્યા છે. ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના ચેપને કારણે 23 લોકોના મોત સાથે, બુધવારે રાજ્યમાં રોગચાળાને કારણે મૃત્યુઆંક વધીને 23,106 થઈ ગયો છે. હેલ્થ બુલેટિન મુજબ રાજ્યમાં કોવિડના 10,937 નવા કેસ સામે આવ્યા છે. ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધીમાં કુલ 18,76,791 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઈ છે.

Next Story