જમ્મુ કાશ્મીરના કિશ્તવારમાં ભારતીય સેનાનું હેલિકોપ્ટર ક્રેશ,ત્રણ ઓફિસર અને પાઇલટ હતા સવાર

જમ્મુ કાશ્મીરના કિશ્તવારમાં ભારતીય સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ હેલિકોપ્ટરમાં કમાન્ડિંગ ઓફિસર સહિત ત્રણ ઓફિસર અને એક પાયલોટ સવાર હતા.

New Update
જમ્મુ કાશ્મીરના કિશ્તવારમાં ભારતીય સેનાનું હેલિકોપ્ટર ક્રેશ,ત્રણ ઓફિસર અને પાઇલટ હતા સવાર

જમ્મુ કાશ્મીરના કિશ્તવારમાં ભારતીય સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ હેલિકોપ્ટરમાં કમાન્ડિંગ ઓફિસર સહિત ત્રણ ઓફિસર અને એક પાયલોટ સવાર હતા. હેલિકોપ્ટર કેવી રીતે ક્રેશ થયું, તેમાં સવાર ઓફિસરોના નામ શું હતા, તે તમામ વિગતો મેળવાઈ રહી છે. ભારતીય સેના દ્વારા આપવામાં આવેલી પ્રારંભિક માહિતી અનુસાર, સેનાનું ALH ધ્રુવ હેલિકોપ્ટર કિશ્તવાડ જિલ્લામાં ક્રેશ થયું છે, જે ચેનાબ નદીમાં પડ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ હેલિકોપ્ટરમાં બે પાયલટ અને એક કમાન્ડિંગ ઓફિસર હતા. રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં કમાન્ડિંગ ઓફિસર સંપૂર્ણપણે સુરક્ષિત છે, જ્યારે પાઈલટને સામાન્ય ઈજા થઈ છે, જેને સારવાર માટે લઈ જવામાં આવી રહ્યો છે. ભારતીય સેનાનું ALH ધ્રુવ હેલિકોપ્ટર કેવી રીતે ક્રેશ થયું તેની કોઈ માહિતી નથી. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે તેની પાછળનું એક કારણ હવામાન હોઈ શકે છે. હકીકતમાં, જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી વાદળછાયું વાતાવરણ છે અને વરસાદ પણ થઈ રહ્યો છે. એટલા માટે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે હવામાનના કારણે આ દુર્ઘટના બની હશે. જો કે હજુ સુધી સેના તરફથી કોઈ માહિતી આપવામાં આવી નથી.

Latest Stories