Connect Gujarat
દેશ

ભારતીય શેરબજારમાં તેજી સાથે શરૂઆત, સેન્સેક્સ 62800 ને પાર, નિફ્ટીમાં 77 પોઈન્ટની તેજી

ભારતીય શેરબજારમાં તેજી સાથે શરૂઆત, સેન્સેક્સ 62800 ને પાર, નિફ્ટીમાં 77 પોઈન્ટની તેજી
X

સપ્તાહના પ્રથમ દિવસે સ્થાનિક શેરબજાર સારી ગતિ સાથે ખુલતા જોવા મળી રહ્યું છે. આ અઠવાડિયે, રિઝર્વ બેંકની નાણાકીય નીતિ જાહેર થશે અને ઘણા વૈશ્વિક સંકેતો પણ બહાર આવશે, જેના આધારે ભારતીય શેરબજાર સારી ગતિએ વેપાર કરી શકે છે. આજના દિવસની શરૂઆત તેજી થઈ છે. બેંક નિફ્ટી પણ આજે 44,000 ની ઉપર ખુલ્યો હતો.

આજની શરૂઆતે BSE સેન્સેક્સ 212.08 પોઈન્ટ એટલે કે 0.34 ટકાના વધારા સાથે 62,759.19 પર ખુલ્યો હતો. બીજી તરફ, NSEનો નિફ્ટી 77.90 પોઈન્ટ અથવા 0.42 ટકાના વધારા સાથે 18,612 પર ખુલ્યો હતો.

09:16 કલાકે, સેન્સેક્સ 358.78 પોઈન્ટ અથવા 0.57% વધીને 62,905.89 પર અને નિફ્ટી 100.10 પોઈન્ટ અથવા 0.54% વધીને 18,634.20 પર હતો. લગભગ 1823 શેર વધ્યા, 489 શેર ઘટ્યા અને 124 શેર યથાવત.

હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, પાવર ગ્રીડ કોર્પ, M&M, વિપ્રો અને ICICI બેન્ક નિફ્ટીમાં ટોપ ગેઈનર્સ હતા, જ્યારે આઇશર મોટર્સ, BPCL, એશિયન પેઇન્ટ્સ, એપોલો હોસ્પિટલ્સ અને નેસ્લે ઇન્ડિયા ટોપ લુઝર્સ હતા.

Next Story