ભારતની 10 વર્ષીય કાર્ટિંગ સેન્સેશન અતિકા મીર વર્લ્ડ સિરીઝ કાર્ટિંગ (WSK) ચેમ્પિયનશિપમાં ભાગ લેનારી દેશની પ્રથમ મહિલા બનશે

ભારતની 10 વર્ષીય કાર્ટિંગ સેન્સેશન અતિકા મીર વર્લ્ડ સિરીઝ કાર્ટિંગ (WSK) ચેમ્પિયનશિપમાં ભાગ લેનારી દેશની પ્રથમ મહિલા બનવા માટે તૈયાર છે, કારણ કે, તેને 29 વખતની ચેમ્પિયન બેબીરેસે એક પૂર્ણ સત્ર માટે કરાર

New Update
atika veli

ભારતની 10 વર્ષીય કાર્ટિંગ સેન્સેશન અતિકા મીર વર્લ્ડ સિરીઝ કાર્ટિંગ (WSK) ચેમ્પિયનશિપમાં ભાગ લેનારી દેશની પ્રથમ મહિલા બનવા માટે તૈયાર છે, કારણ કે, તેને 29 વખતની ચેમ્પિયન બેબીરેસે એક પૂર્ણ સત્ર માટે કરાર કર્યો છે.

Advertisment

ઇટાલીના દક્ષિણમાં લા કોન્કા સર્કિટ ખાતે આયોજિત પરીક્ષણ સત્રમાં તેમના પ્રભાવશાળી પરિણામો પછી આ વાત સામે આવી છે. જમ્મુ અને કાશ્મીર રેસર મીની કેટેગરીમાં એકમાત્ર મહિલા હશે, જેમાં 60 થી વધુ કાર્ટનો અત્યંત સ્પર્ધાત્મક ગ્રીડ હશે. તે આ વર્ષે ત્રણેય WSK ચેમ્પિયનશિપમાં ભાગ લેશે: WSK સુપર માસ્ટર સિરીઝ, WSK યુરો સિરીઝ અને WSK ફાઇનલ કપ ડેબ્યુટન્ટ તરીકે.

આ ત્રણ રેસમાંથી પહેલી, WSK સુપર સિરીઝ માસ્ટર સિરીઝ, સપ્તાહના અંતે યોજાશે. તેણે કહ્યું- "બેબીરેસ સાથે WSK માં ડ્રાઈવ કરવાની  આ તક મળવાથી હું ખૂબ જ ઉત્સાહિત છું. આ કાર્ટિગનું ઉચ્ચ સ્તર હશે, જેમાં મે  ક્યારેક ડ્રાઈવ કરી છે. મારે ઘણી બધી સર્કિટ શીખવી પડશે અને શિયાળામાં વાહન ચલાવવું એક પડકાર હશે, પરંતુ "હું તેના માટે તૈયાર છું. WSK ને કાર્ટિંગનું શિખર માનવામાં આવે છે જે શ્રેષ્ઠ ડ્રાઇવિંગ પ્રતિભા, ટોચના કાર્ટ ઉત્પાદકો અને એન્જિન નિર્માતાઓને આકર્ષે છે.

 દક્ષિણ ઇટાલીના લા કોન્કા સર્કિટ ખાતે આયોજિત ટેસ્ટ સેશનમાં અસાધારણ પરિણામો બાદ ભારતની કાર્ટિંગ સેન્સેશન અતિકા મીરને વર્લ્ડ સિરીઝ કાર્ટિંગ (WSK) ચેમ્પિયનશિપ 2025 માં ભાગ લેવા માટે સાઇન કરવામાં આવી છે. ટીમ બેબીરેસ તરફથી એક રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે 29 વખતની WSK ચેમ્પિયન ટીમ બેબીરેસે આખી સીઝન માટે એટિકાને કરારબદ્ધ કરી છે.

Latest Stories