જમ્મુ કાશ્મીર: સ્વતંત્રતા દિવસ પહેલા જૈશના 4 આતંકી પકડાયા; આતંકીઓનું મોટું ષડયંત્ર નિષ્ફળ
ગુપ્ત જાણકારીના આધારે પોલીસે જમ્મુથી જૈશ એ મોહમ્મદના આતંકી સંગઠન સાથે જોડાયેલા 4 આંતકીઓની ધરપકડ કરી છે

જમ્મુ કાશ્મીરમાં સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા ભારતીય સુરક્ષાબળોને મોટી સફળતા મળી છે. ગુપ્ત જાણકારીના આધારે પોલીસે જમ્મુથી જૈશ એ મોહમ્મદના આતંકી સંગઠન સાથે જોડાયેલા 4 આંતકીઓની ધરપકડ કરી છે. અત્યાર સુધી મળેલી જાણકારી પ્રમાણે પકડાયેલા આતંકી 15 ઓગસ્ટના દિવસે જમ્મુ અને કાશ્મીરમાં મોટા આતંકી ષડયંત્રને અંજામ આપવાની ફિરાકમાં હતા.
જાણકારી પ્રમાણે જમ્મુ કાશ્મીર પોલીસે જમ્મુથી ચાર જૈશ-એ-મોહમ્મદના આતંકીઓની ધરપકડ કરી છે. સૂત્રોના મતે આંતકીઓએ જણાવ્યું કે પાકિસ્તાનમાં બેસેલા તેમના આકા 15 ઓગસ્ટના રોજ ભારતમાં મોટા ષડયંત્રને અંજામ આપવા માંગતા હતા. આ હુમલો જમ્મુ કાશ્મીરમાં કરવાની તૈયારી હતી. આતંકીઓએ જણાવ્યું કે તે ગાડીઓમાં આઇઇડી ફિટ કરવાના હતા. આતંકીઓએ ખુલાસો કર્યો છે કે તે દેશભરમાં હુમલાની તૈયારી કરી રહ્યા હતા.
પકડાયેલા આતંકીઓની ઓળખ તૌસીફ અહમદ શાહ ઉર્ફે શૌકત ઉર્ફે અદનાન (શોપિયા કાશ્મીર), ઇઝહાર ખાન ઉર્ફે સોનુ ખાન, (શામલી, ઉત્તર પ્રદેશ),જહાંગીર અહમદ ભટ્ટ, (પુલવામાં) અને મુતિંજર મંજૂર (પુલવામાં)ના રૂપમાં થઇ છે.
આ બધા આતંકી સરહદ પાર બેસેલા જૈશ એ મોહમ્મદના હેન્ડલરોના સંપર્કમાં હતા. સરહદ પાર બેસેલા આતંકી મુતજિર ઉર્ફે શાહિદ અને અબરારે બધા આતંકીઓને ભારતમાં આતંકી હુમલાની કમાન સોંપી હતી. જેમાં તેમણે પાનીપત રિફાઇનરીના ફોટો અને વીડિયો મોકલવા, રામજન્મ ભૂમિની રેકી કરવી અને ડ્રોન દ્વારા હથિયાર ભેગા કરવાનું સામેલ હતું.
જણાવી દઈએ કે આ લોકોએ ડ્રોન દ્વારા અમૃતસર પંજાબમાં ફેકેલા હથિયાર અને પાનીપત રિફાઇનરીનો વીડિયો તો લઇ લીધા પણ જ્યારે તે આગળનું બીજુ કામ કરે તે પહેલા પોલીસની પકડમાં આવ્યા છે. આ આતંકીઓએ 15 ઓગસ્ટના દિવસે ગાડીઓમાં આઈઈડી ફિટ કરીને હુમલો કરવાનો પ્લાન તૈયાર કર્યો હતો.
થોડા દિવસો પહેલા જમ્મુ કાશ્મીરમાં જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલ પાકિસ્તાની આતંકવાદી લંબૂને અથડામણમાં ઠાર કર્યો હતો. સૂત્રોના મતે લંબૂ જૈશના સંસ્થાપક મસૂદ અઝહર સાથે જોડાયો હતો. 2018માં લંબૂ આંતરરાષ્ટ્રીય સરહદથી કાશ્મીરમાં આવ્યો હતો. તેનું બીજુ કોડ નામ સૈફુલ્લા હતું. જૈશ પોતાના સૌથી મહત્વપૂર્ણ કમાન્ડર્સને કોડ આપે છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતનો રહેવાસી અબૂ સૈફલ્લા ઉર્ફે લંબૂ 2019માં પુલવામામાં આતંકી હુમલાની ષડયંત્ર રચવામાં સામેલ હતો. બતાવવામાં આવી રહ્યું છે કે તેણે હુમલામાં ઉપયોગ કરેલ આઈઈડી બનાવ્યા હતા.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTભરૂચ: હાંસોટના અલવા ગામ નજીક બ્યુટી પાર્લર સંચાલિકાની કારને નડ્યો...
17 May 2022 5:19 AM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMT
વડોદરા : લોકોને પ્રાથમિક સુવિધા આપવામાં પાલિકા ઉણી ઉતરી, સ્થાનિકોએ...
21 May 2022 1:08 PM GMTવડોદરા : લોકોને પ્રાથમિક સુવિધા આપવામાં પાલિકા ઉણી ઉતરી, સ્થાનિકોએ...
21 May 2022 12:30 PM GMTસુરત : પોન્ઝી સ્કીમ હેઠળ લોકો સાથે લાખો રૂપિયાની છેતરપીંડી કરનાર મુખ્ય ...
21 May 2022 12:27 PM GMTઅંકલેશ્વર : નશામુક્તિ અભિયાન હેઠળ લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા...
21 May 2022 12:08 PM GMTખેડા : ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓની...
21 May 2022 11:47 AM GMT