Connect Gujarat
દેશ

ઉત્તરાખંડમાં "ભૂસ્ખલન" : ચંપાવત નજીક પહાડની ભેખડ ધસી પડતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 2 દિવસ માટે બંધ

ઉત્તરાખંડમાં ભૂસ્ખલન : ચંપાવત નજીક પહાડની ભેખડ ધસી પડતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 2 દિવસ માટે બંધ
X

ઉત્તરાખંડના ચંપાવતમાં સ્વાલા નજીક ગત સોમવારે ભૂસ્ખલન બાદ ટનકપુર-ચંપાવત રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ થઈ ગયો હતો. જોકે, પહાડનો એક ભાગ તૂટી પડ્યો હતો, જેનો વિડિયો હાલ સામે આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, પહાડનો એક ભાગ ધીમે ધીમે તૂટે છે અને તેના લીધે હાઇવે સંપૂર્ણપણે દટાઈ જાય છે. આ ઘટના બની ત્યારે સ્થળ પર હાજર કેટલાંક વાહનોચાલકો સહિત લોકો પીછેહઠ કરવા લાગ્યા હતા.

સમગ્ર મામલે ચંપાવતના DM વિનીત તોમરે જણાવ્યું હતું કે, ટનકપુર-ચંપાવત રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવી પડેલી ભેખડને સાફ કરવા માટે ઓછામાં ઓછા 2 દિવસ જેટલો સમય લાગશે. તો સાથે જ અધિકારીઓને પણ ટ્રાફિકને અન્ય રૂટ પર ડાઇવર્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ અગાઉ પણ હિમાચલ પ્રદેશના કિન્નોરમાં તા. 11 ઓગસ્ટના રોજ લેન્ડસ્લાઈડના કારણે લીધે 11 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.

Next Story
Share it