સીબીઆઈ દ્વારા આજે દેશના 14 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 76 જેટલી જગ્યાએ તપાસ કરવામાં આવી છે. જેમા ઓનલાઇન બાલ યૌન શોષણ અને શોષણ સંબધી કુલ 83 આરોપીઓની ધરપકડ કરી છે. ગત 14 નવેમ્બરે આ મામલે 23 અલગ અલગ ગુના દાખલ કરાયા હતા.
દેશભરમાં સીબીઆઈએ આંધ્રપ્રદેશ, દિલ્હી, યુપી, પંજાબ, બિહાર, ઓડિશા, તમિલનાડું, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, હરિયાણા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને હિમાચલ પ્રદેશ સહિતના રાજ્યોમાં આ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે. બાળ શોષણને રોકવા માટે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત 14 થી 20 નવેમ્બરને સુરક્ષા સપ્તાહ નું આયોજન કર્યું છે. આ સપ્તાહમાં વિભિન્ન કાર્યક્રમોનું આયોજન કરીને બાળ યોન શોષણ સામે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. ઈન્ટરનેટ પર વિશ્વભરમાં વધતા બાળ યૌન શોષણની સમસ્યા વધી રહી છે. જેને લઈને સીબીઆઈ દ્વારા બે વર્ષ અગાઉ એક યુનિટ તૈયાર કરવામાં આવ્યું હતું. જેના દ્વારા બાળ યૌન શોષણને રોકી શકાય. સરકાર દ્વારા આ મામલે કાયદાઓ કડક કરવામાં આવી રહ્યા છે. તેમછતા પણ આ મુદ્દે કોઈ નિવારણ નથી આવી રહ્યું. આજે દરેક રાજ્ય શહેર કે જિલ્લામાં બાળ યૌન શોષણ ના કિસ્સાઓ આપણાને સાંભળવા મળી રહ્યા છે.