Connect Gujarat
દેશ

ત્રિપુરામાં કોરોનાનાં 151 સેમ્પલ ટેસ્ટમાં 90થી વધારે ડેલ્ટા પલ્સ વેરિઅન્ટ મળવાથી હાહાકાર

મળતી માહિતી મુજબ, ત્રિપુરાએ શુક્રવારે પુષ્ટિ કરી કે પશ્ચિમ બંગાળને જીનો સિક્વેસિંગ માટે મોકલવામાં આવેલ 151 સેમ્પલ્સમાંથી 90થી વધારે સેમ્પલ પોઝિટિવ મળી આવ્યા છે

ત્રિપુરામાં કોરોનાનાં 151 સેમ્પલ ટેસ્ટમાં 90થી વધારે ડેલ્ટા પલ્સ વેરિઅન્ટ મળવાથી હાહાકાર
X

મળતી માહિતી મુજબ, ત્રિપુરાએ શુક્રવારે પુષ્ટિ કરી કે પશ્ચિમ બંગાળને જીનો સિક્વેસિંગ માટે મોકલવામાં આવેલ 151 સેમ્પલ્સમાંથી 90થી વધારે સેમ્પલ પોઝિટિવ મળી આવ્યા છે. આ તમામ સેમ્પલ્સમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટની પુષ્ટિ થઈ છે, જેથી કોરોનાની ત્રીજી લહેર આવાવની આશંકા વધારે દ્રઢ બની ગઈ છે. રાજ્યના મેડિકલ એક્સપર્ટ્સે આ વિશે જાણકારી આપી છે.

ત્રિપુરામાં કોવિડ-19ના એક નોડલ અધિકારી ડો. દીપ દેવ વર્માએ શુક્રવારે કહ્યું કે, "ત્રિપુરાએ પશ્ચિમ બંગાળમાં જીનોમ સિક્વેસિંગ માટે 151 આરટી-પીસીઆર સેમ્પલ મોકલ્યા હતા. તેમાંથી 90થી વધારે સેમ્પલ્સ ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ માટે પોઝિટિવ મળી આવ્યા છે". તેમણે કહ્યું કે, આ ચિંતાનો વિષય છે. આ પેહલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે કહ્યું કે, 35 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 174 જિલ્લામાં SARS-CoV-2 કોરોના વાયરસના 'ચિંતાના પ્રકાર' મળી આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, તેમાંથી સૌથી વધારે કેસ મહારાષ્ટ્ર, દિલ્હી, પંજાબ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને ગુજરાતમાંથી છે.

ઉલ્લેખનીય છે કે, બુધવારે ઉત્તરપ્રદેશમાં પણ બે અલગ અલગ જિલ્લાઓમાં ડેલ્ટા પ્લસના એક-એક દર્દી મળી આવતા લોકો ફફડી ગયા છે. અપર મુખ્ય સચિવ અમિત મોહન પ્રસાદે ડેલ્ટા પ્લસ વેરિએન્ટના બે દર્દીઓ મળવાની પુષ્ટી કરી છે, આ દર્દીઓ રાજ્યમાં ગોરખપુર અને દેવરિયામાંથી મળ્યા છે. આમાંથી એકનુ મોત થઇ ગયુ છે.

Next Story