Connect Gujarat
દેશ

નવી દિલ્હી : મહિલા અનામત બિલ પાસ, BJP કાર્યાલયે જશ્નનો માહોલ પ્રધાન મંત્રી મોદીએ કહ્યું આજે અમે અમારુ કમિટમેન્ટ પૂરુ કર્યું...

લોકસભા અને રાજ્યસભામાંથી મહિલા અનામત બિલ પાસ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં ભાજપ કાર્યાલય ખાતે પહોચ્યા હતા.

X

લોકસભા અને રાજ્યસભામાંથી મહિલા અનામત બિલ પાસ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં ભાજપ કાર્યાલય ખાતે પહોચ્યા હતા. પાર્ટીની મહિલા કાર્યકરોએ તેમનું અભિવાદન કરી અને નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.

નારી શક્તિ વંદન બિલ પાસ થતાં ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા. જ્યાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપ કાર્યાલય પર પહોંચતા જ વડાપ્રધાને મહિલા કાર્યકરોનાં ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા હતા. મહિલા આરક્ષણ બિલ પાસ કરાવવા માટે તેઓએ પીએમ મોદીનો આભાર માન્યો હતો. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત અનેક મહિલા કાર્યકરો હાજર રહ્યા હતા. શુક્રવારે સવારથી જ મોટી સંખ્યામાં મહિલા કાર્યકરોએ ગુલાલ ઉડાડીને અને મીઠાઈઓ વહેંચીને બિલ પાસ થયાની ઉજવણી કરી રહ્યાં હતા. ત્યારે કાર્યાલય ખાતે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

Next Story