Connect Gujarat
દેશ

ઓવૈસીનો વિડીયો વાયરલ: કહ્યું હું કોઈનો ગુલામ નથી, હું ટોપી પહેરીશ,દાઢી રાખીશ અને મારી દીકરી પણ હિઝાબ પહેરશે !

વીડિયોમાં ઓવૈસી કહી રહ્યા છે કે, હું કોઈનો ગુલામ નથી, હું ટોપી પણ પહેરીશ અને દાઢી પણ રાખીશ અને મારી દીકરી પણ હિઝાબ પહેરશે.

ઓવૈસીનો વિડીયો વાયરલ: કહ્યું હું કોઈનો ગુલામ નથી, હું ટોપી પહેરીશ,દાઢી રાખીશ અને મારી દીકરી પણ હિઝાબ પહેરશે !
X

વીડિયોમાં ઓવૈસી કહી રહ્યા છે કે, હું કોઈનો ગુલામ નથી, હું ટોપી પણ પહેરીશ અને દાઢી પણ રાખીશ અને મારી દીકરી પણ હિઝાબ પહેરશે. જોકે, આ વીડિયો ક્યારે અને ક્યાનો છે, આ અંગે ખાસ માહિતી નથી.વીડિયોમાં ઓવૈસી કહી રહ્યા છે કે, તમને મારી દાઢી પસંદ નથી, કોઈ વાંધો નહીં હું દાઢી રાખીશ. તમને મારા માથા પર ટોપી પસંદ નથી, હું ટોપી પહેરીશ. તમને હિઝાબ પસંદ નથી, કોઇ વાંધો નહીં મારી દીકરી હિઝાબ પહેરશે. હું શું તમારો ગુલામ છું... હું શું તમારો કેદી છું. હું શું તમારા ઇશારા પર બેસી જઇશ. હું શું તમારા આદેશ પર નીચે નમી જઇશ. નહીં... અમે માથું ઝુકાવીશું તો પોતાના કરીમની સામે. અમે અમારા જીવનો સોદો કરી ચૂક્યા છીએ. દુનિયામાં રહીશું તો ભારતના સંવિધાન મુજબ. ઓવૈસીનું આ નિવેદન કર્ણાટકની એક કોલેજથી શરૂ થયેલા હિજાબ વિવાદથી જોડીને જોવામાં આવી રહ્યું છે.

આ પહેલા 13 ફેબ્રુઆરીએ ઓવૈસીએ એક ટ્વિટ કર્યું હતું. ઔવેસીએ એક વીડિયો ટ્વીટ કરતા કેપ્શનમાં લખ્યું, ઇંશા અલ્હા એક દિવસ એક હિઝાબી પ્રધાનમંત્રી બનશે.ટ્વીટ કરવામાં આવેલા વીડિયોમાં ઓવૈસી કહી રહ્યા છે, અમે પોતાની દીકરીઓને ઇંશા અલ્લાહ, જો તેઓ નક્કી કરે છે કે અબ્બા-અમ્મી હું હિજાબ પહેરીશ. તો અમ્મા-અબ્બા કહેશે- દીકરી પહેર, તને કોણ રોકે છે અમે જોઇ લઇશું. હિજાબ, નકાબ પહેરીશું કૉલેજ પણ જઇશું, કલેક્ટર પણ બનીશું, બિઝનેસ મેન, એસડીએમ પણ બનીશું અને એક દિવસ આ દેશની એક દીકરી હિજાબ પહેરીને પ્રધાનમંત્રી બનશે.જોકે દેશમાં હિજાબને લઇને વિવાદ કર્ણાટકના ઉડુપીની એક યુનિવર્સિટીથી શરૂ થયો હતો. કોલેજમાં 6 વિદ્યાર્થીની હિજાબ પહેરીને ક્લાસમાં આવી હતી. ત્યારબાદ આ પ્રકારની ઘટના કુંડાપુર અને બિંદૂરની કેટલીક અન્ય કોલેજોમાં પણ આવી. રાજ્યમાં એવી કેટલીક ઘટનાઓ બની છે, જ્યાં મુસ્લિમ વિદ્યાર્થીનીઓ હિજાબમાં કોલેજો અથવા કક્ષાઓમાં જવાની મંજૂરી નથી આપવામાં આવી જ્યારબાદ વિવાદ થયો. જોકે કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે.

Next Story