ઓલિમ્પિક રમવા જઈ રહેલા ખેલાડીઓ સાથે PM મોદીની વાતચીત

વિશ્વની સૌથી મોટી રમતોત્સવ મહાકુંભ એટલે કે ઓલિમ્પિક ગેમ્સ PM મોદીએ પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થયેલા ભારતીય ખેલાડીઓ સાથે વાત કરી હતી, પીવી સિંધુ , મનુ ભાકર પાસેથી તેમની તૈયારીઓનો અનુભવ લીધો.

New Update
દેશ

વિશ્વની સૌથી મોટી રમતોત્સવ મહાકુંભ એટલે કે ઓલિમ્પિક ગેમ્સ આ વખતે પેરિસમાં 26મી જુલાઈથી 11મી ઓગસ્ટ દરમિયાન આયોજિત થવા જઈ રહી છે.

અત્યાર સુધીમાં, મેન્સ હોકી ટીમ સહિત 80 થી વધુ ભારતીય ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થયા છે. પેરિસ ઉપરાંત ફ્રાન્સના અન્ય 16 શહેરોમાં પણ આ ગેમ્સનું આયોજન કરવામાં આવશે.

ગુરુવારે પીએમ મોદીએ ભારતીય ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી.PM મોદીએ ઓલિમ્પિક રમવા જઈ રહેલા ખેલાડીઓ સાથે વાત કરી હતી અને  નીરજ ચોપરા-પીવી સિંધુ જેવા સ્ટાર ખેલાડીઓ પાસેથી તૈયારીઓનો અનુભવ જાણ્યો.

પીએમ મોદીએ પણ શાનદાર પ્રદર્શનની આશા વ્યક્ત કરી હતી અને ભારતીય ટીમને શુભેચ્છા પાઠવી હતી. પીએમએ દેશવાસીઓને ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા વિનંતી પણ કરી હતી.

આ સમયગાળા દરમિયાન, ઘણા ખેલાડીઓ પણ ઑનલાઇન જોડાયા હતા, જેમાં નીરજ ચોપરા, પીવી સિંધુ, પ્રિયંકા ગોસ્વામી, મનુ ભાકર જેવા સ્ટાર ખેલાડીઓનો સમાવેશ થાય છે. પીએમ મોદીએ ખેલાડીઓ પાસેથી તેમની તૈયારીના અનુભવો શીખ્યા હતા. 

Latest Stories