Connect Gujarat
દેશ

કે.રાજેશ કેસમાં રાજકીય નેતાઓ પણ રડારમાં,80 બેન્ક એકાઉન્ટની તપાસ શરૂ થતા ખળભળાટ

સીબીઆઈ સતત કે રાજેશ સામે સતત તપાસ કરી છે મળતી માહિતી મુજબ કે.રાજેશના બેંક લોકરમાંથી 5 કરોડ રૂપિયા મળ્યા હોવાની વાત મળી રહી છે.

કે.રાજેશ કેસમાં રાજકીય નેતાઓ પણ રડારમાં,80 બેન્ક એકાઉન્ટની તપાસ શરૂ થતા ખળભળાટ
X

રાજ્યના આઈએએસ અધિકારી અને સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર કે.રાજેશ સામે CBI તપાસનો ધમધમાટ સતત વધી રહ્યો છે. ત્યારે કે.રાજેશ સામે આક્ષેપો મુદ્દે CBIને સજ્જડ પુરાવા મળ્યા ના સંકેત મળી રહ્યાં છે. કે.રાજેશના 80 બેંક ખાતા અને અનેક લોકોની વિગતો સામે આવી રહી છે. કે.રાજેશના એક લોકરમાંથી 5 કરોડની રોકડ મળી આવી હોવાની વિગતો પણ પ્રાપ્ત થઇ છે.તો અધિકારીના રાજકીય નેતાઓ સાથેની સાઠગાંઠ ની પણ તપાસ કરવામાં આવી રહી છે.

સીબીઆઈ સતત કે રાજેશ સામે સતત તપાસ કરી છે મળતી માહિતી મુજબ કે.રાજેશના બેંક લોકરમાંથી 5 કરોડ રૂપિયા મળ્યા હોવાની વાત મળી રહી છે. એ પણ માહિતી મળી રહી છે કે મોરબીના રાજકીય અગ્રણી ભત્રીજાએ આ નાણાં જમા કરાવ્યા છે.CBI કે.રાજેશના ભ્રષ્ટાચારના પુરાવા એકત્ર કરી રહ્યું છે ત્યારે રાજકોટ પછી મોરબી કનેક્શન પણ સામે આવ્યું છે. હવે ભ્રષ્ટાચારના કેસ બાદ આવક કરતાં વધુ સંપત્તિ નો કેસ નોંધાશે તે નક્કી છે.સુરેન્દ્રનગર બામણબોર ની જમીનના સોદામાં રાજકોટના એક રાજકીય અગ્રણી શંકાના દાયરામાં આવ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે CBIના તપાસમાં જાણવા મળ્યું હતું

બામણબોર ની જમીનના વેચાણમાં પણ કંઈક શંકાશીલ મળે તેવી શક્યતા છે. સુરેન્દ્રનગર બામણબોર માં 2000 કરોડની આશરે 800 એકરની જમીનમાં કૌભાંડનો મામલો ચર્ચામાં આવ્યો છે જેનો તપાસનો રેલો IAS કે. રાજેશ અને રાજકોટના દિગ્ગજ નેતા સુધી પહોંચી શકે છે. કાયદાનું ખોટું અર્થઘટન કરીને 800 એકરની જમીનની લ્હાણી કર્યાનો આક્ષેપ છે. અત્રે નોંધનીય છે કે, નક્કર પુરાવાના આધારે 2011 ગુજરાત કેડરના IAS અધિકારી કે. રાજેશની CBI દ્વારા ધરપકડ કરવામાં આવી છે

Next Story