/connect-gujarat/media/media_files/2025/01/13/siongmrg.png)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં Z-Morh ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું.
શ્રીનગર-લેહ હાઈવે NH-1 પર બનેલી 6.4 કિલોમીટર લાંબી ડબલ લેન ટનલ શ્રીનગરને સોનમર્ગથી જોડશે. હિમવર્ષાના કારણે આ હાઈવે 6 મહિના સુધી બંધ રહે છે. ટનલ બનવાથી લોકોને દરેક હવામાનમાં કનેક્ટિવિટી મળશે.
અગાઉ શ્રીનગર-લેહ હાઇવે પર ગગનગીરથી સોનમર્ગ વચ્ચે 1 કલાકથી વધુ સમય લાગતો હતો. આ ટનલના કારણે હવે આ અંતર 15 મિનિટમાં કાપી શકાશે. આ ઉપરાંત વાહનોની સ્પીડ પણ 30 કિમી પ્રતિ કલાકથી વધીને 70 કિમી પ્રતિ કલાક થઈ જશે. અગાઉ આ દુર્ગમ પહાડી વિસ્તારને પાર કરવામાં 3 થી 4 કલાકનો સમય લાગતો હતો. હવે માત્ર 45 મિનિટમાં આ અંતર પુરુ થશે. ટનલનું ઉદ્ઘાટન કરતા પીએમએ કહ્યું- જમ્મુ-કાશ્મીરના લદ્દાખની બીજી ઘણી જૂની માંગ આજે પૂરી થઈ છે. તમે ચોક્કસ માની શકો છો કે આ મોદી છે, જે વચન આપે છે તેને પાળે પણ છે. દરેક કામ માટે એક સમય હોય છે અને યોગ્ય કામ યોગ્ય સમયે થવાનું હોય છે.