Connect Gujarat
દેશ

હવે સેન્ડવિચ પણ રિલાયન્સની ! મુકેશ અંબાણી વિશ્વની સૌથી જાણીતી સૅન્ડવિચ બનાવતી કંપની ખરીદવાની તૈયારીમાં

હવે સેન્ડવિચ પણ રિલાયન્સની ! મુકેશ અંબાણી વિશ્વની સૌથી જાણીતી સૅન્ડવિચ બનાવતી કંપની ખરીદવાની તૈયારીમાં
X

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી પાછલા થોડા સમયથી ઝડપથી પોતાના વ્યાપારનો વિસ્તાર કરી રહ્યા છે. ગયા 3 વર્ષોમાં મુકેશ અંબાણીના ગ્રોસરી, ઈ-ફોર્મસી, પેમેન્ટ્સ, ફેશન અને ફર્નીચરના વ્યાપર સાથે જોડાયેલી કંપનીને ખરીદે છે. હવે મુકેશ અંબાણી દુનિયાની સૌથી મોટી સિંગ બ્રાન્ડ રેસ્ટોરેન્ટ ચેન સબવે ઈંકની ભારતીય ફ્રેન્ચાઈઝી ખરીદવાની યોજના બનાવી રહી છે.

એક રિપોર્ટ અનુસાર આ સોદો 1488થી 1860 કરોડ રૂપિયામાં થઈ શકે છે. સબવે ઈંક સેન્ડવિચ બનાવવાનો વ્યાપાર કરે છે. આ કંપનીનું મુખ્ય કાર્યાલય અમેરિકામાં છે. હવે કંપની ભારતમાં ક્ષેત્રીય ફ્રેન્ચાઈઝી મોડલ દ્વારા વ્યાપાર કરે છે. હાલ કંપની દુનિયાભરમાં પોતાનો વ્યાપારનું રિસ્ટ્રક્ચરિંગ કરી રહી છે. તેના માટે કંપની પોતાની મુડી અને મેન પાવરમાં ઘટડો કરવા માંગે છે. કોવિડના કારણે વ્યાપાર પ્રભાવિક થવાના કારણે રિસ્ટ્રક્ચરિંગની પ્રક્રિયા અપનાવવામાં આવી રહી છે.

રિપોર્ટ અનુસાર સબવે પણ ભારતમાં ક્ષેત્રીય ફ્રેન્ચાઈઝી દ્વારા વ્યાપાર કરે છે. કંપનીની યોજના દરેક ક્ષેત્રીય ફ્રેન્ચાઈઝીને ભેગી કરીને 1 પ્લેટફોર્મ બનાવવાની છે. 2017માં પણ આવો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ તે સફળ ન થઈ શક્યો. આ કંપની સિંગલ પોર્ટનર દ્વારા પોતાનો વ્યાપાર વધારવા માંગે છે.

Next Story