Connect Gujarat
દેશ

RSSના સમર્થનમાં શિવ સેના,વાંચો જાવેદ અખ્તરે કરેલ નિવેદન બાબતે શું કહ્યું

RSSના સમર્થનમાં શિવ સેના,વાંચો જાવેદ અખ્તરે કરેલ નિવેદન બાબતે શું કહ્યું
X

બોલીવુડના ગીતકાર જાવેદ અખ્તરે આરએસએસની તુલના તાલિબાન સાથે કરતા હિન્દુવાદી સંગઠનો ગુસ્સે ભરાયા છે ત્યારે હવે શિવસેના પણ સંઘના બચાવમાં આવ્યું છે અને મુખપત્ર સામના માં લખ્યું કે બહુમતી ધરાવતા દેશમાં હિન્દુઓને દબાવવા જોઈએ નહિ જે લોકો આરએસએસની તુલના સંઘ સાથે કરે છે તેને આત્મનિરીક્ષણ ની જરૂર છે.

સામનામાં શિવસેનાએ કહ્યું, છે કે 'સંઘ અથવા શિવસેના તાલિબાની વિચારસરણી ધરાવતા હોત તો આ દેશમાં ત્રણ તલાક સામે કાયદો બન્યો ન હોત. લાખો મુસ્લિમ મહિલાઓની આઝાદીનું કિરણ પણ જોવા મળ્યું ન હોત.'શિવસેનાએ કહ્યું, 'અફઘાનિસ્તાન તાલિબાન શાસનનો અર્થ સમાજ અને માનવજાત માટે સૌથી મોટો ખતરો છે. પાકિસ્તાન, ચીન જેવા દેશોએ તેને ટેકો આપ્યો છે.

ભારતીય માનસિકતા એવી દેખાઈ રહી નથી. અમે દરેક રીતે ખૂબ જ સહિષ્ણુ છીએ. કેટલાક લોકો લોકશાહીના બુરખાની આડમાં સરમુખત્યારશાહી લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. છતાં તેમની મર્યાદા છે. આથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સરખામણી તાલિબાન સાથે કરવી તે યોગ્ય નથી અત્રે ઉલ્લેખનીય છે કે એક ઇન્ટરવ્યુ દરમિયાન જાવેદ અખ્તરે કહ્યું કે RSS નું સમર્થન કરનારા લોકોની માનસિકતા પણ તાલિબાન જેવી છે. જે લોકો RSSનું સમર્થન કરી રહ્યા છે. તેઓ તેમના મગજની તપાસ કરાવવી જોઈએ. તમે જે સંગઠનનું સમર્થન કરી રહ્યાં છો તેમાં અને તાલિબાન વચ્ચે કોઈ તફાવત નથી.

Next Story