/connect-gujarat/media/media_files/2025/05/30/6QelaMO2vW9c3G4mZgLI.jpg)
નાઇજીરીયાના નાઇજર રાજ્યમાં ભયંકર પૂર આવ્યું છે, જેના કારણે ઘણી તબાહી થઈ છે. ઘરો, બજારોમાં પાણી ઘૂસી ગયા અને રસ્તાઓ ડૂબી ગયા, જેના કારણે જનજીવન ખોરવાઈ ગયું. પૂરમાં 117 લોકોના મોત થયા અને ઘણા ગુમ છે. મૃત્યુઆંક વધી શકે છે.મધ્ય નાઇજીરીયાના નાઇજરના માર્કેટ ટાઉનમાં ગંભીર પૂર જોવા મળ્યું.
ત્યાના ન્યૂઝ એજન્સીએ એક અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે આ આપત્તિ ઘણા કલાકોના ભારે વરસાદ પછી આવી હતી અને નજીકના ડેમના ભંગાણથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી. રાજધાની મિન્નામાં ઇમરજન્સી ઓપરેશન્સ ઓફિસના વડાએ વધતા મૃત્યુની પુષ્ટિ કરી હતી.એક અધિકારીએ શુક્રવારે ત્યાના મીડિયાને જણાવ્યું હતું કે અધિકારીઓએ 117 લોકોના મોતની પુષ્ટિ કરી છે. અત્યાર સુધીમાં 88 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. ઘણા લોકો ગુમ થયા છે. પૂરના કારણે માત્ર જીવ જ ગયા નથી, પરંતુ આ પ્રદેશમાં વ્યવસાય અને રોજિંદા જીવનને પણ અસર થઇ છે.