Connect Gujarat
દેશ

કોરોના મૃત્યુ સહાય મામલે ગુજરાત સામે સુપ્રીમ કોર્ટની લાલઆંખ

ગુજરાત રાજ્યના મોતના આંકડા મામલે સુપ્રીમ કોર્ટે સરકારની કાઢી ઝાટકણી કોરોના કાળમાં અનેક લોકોના મોત નીપજ્યા.

કોરોના મૃત્યુ સહાય મામલે ગુજરાત સામે સુપ્રીમ કોર્ટની લાલઆંખ
X

કોરોના મૃ્ત્યુ સહાય મામલે સુપ્રીમ કોર્ટે સહાય આપવા કર્યો હુકમ, ગુજરાત રાજ્યના મોતના આંકડા મામલે સુપ્રીમ કોર્ટે સરકારની કાઢી ઝાટકણી કોરોના કાળમાં અનેક લોકોના મોત નીપજ્યા. કોરોનાથી મોતને ભેટેલા લોકોને સહાય આપવા મુદ્દે સુપ્રીમ કોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે કોરોના સંબંધિત તમામ વિગતો રજૂ કરવાનો સરકારને હુકમ કર્યો છે

સુપ્રીમ કોર્ટમાં કોરોના મૃત્યુ સહાય મામલે સુનાવણી હાથ ધરાઇ હતી. જે મામલે સુપ્રીમ કોર્ટે ન માત્ર મૃતકોને સહાય પરંતુ રાજ્યના મોતના આંકડા મામલે પણ સરકારની ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યુ હતુ કે ગુજરાત સરકાર વળતર ચૂકવીને ઉપકાર નથી કરતી. તેમજ ગુજરાતમાં કોરોનાથી થયેલા મોતના આંકડામાં વિસંગતતા મામલે રાજ્ય સરકારના ઢીલા વલણ સામે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી.રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામેલાને સહાય આપવા માટે સૌથી મોટી પોલ સામે આવી છે.

સરકારે આ સહાય મેળવવા અરજી પ્રક્રિયા શરુ કરી છે, જેમાં નવાઇની વાત તો એ છે કે સહાય માટે 1 લાખ 2 હજાર 230 અરજીઓ આવી છે જેમાંથી રાજ્ય સરકારે 87 હજાર 045 અરજીઓ મંજૂર કરી છે. પરંતુ સરકારી ચોપડે તો કોરોનાથી માત્ર 10 હજાર 579 મૃત્યુ જ નોંધાયા છે.સુપ્રીમ કોર્ટે કોરોના મૃત્યુ સહાય મામલે સરકાર ડે. સેક્રેટરીની સાથે નોડલ ઓફિસરની નિમણૂક કરે તેમજ વળતર ચુકવવાની કામગીરી નિમણુંક કરેલ અધિકારીઓ કરશે તેમ પણ જણાવ્યું હતું. તેઓએ સરકારને જણાવ્યું કે વેલ્ફેર સ્ટેટ તરીકે સરકારની જવાબદારી વળતર આપવાની છે. સરકાર મૃતકોના પરિવારને સાંત્વના મળે તે રીતે કામગીરી કરે

Next Story