રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ કરવામાં આવશે. ત્યારે ગતરોજ ગુરુવારે રામલલ્લાની મૂર્તિને ગર્ભગૃહમાં બિરાજમાન કરવામાં આવી હતી. કારીગરોએ મૂર્તિને આસન પર બિરાજમાન કરી હતી. આ પ્રક્રિયામાં 4 કલાકનો સમય લાગ્યો હતો.
અયોધ્યામાં 22 જાન્યુઆરીનાં રોજ રામલલાનાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં ભગવાન રામનાં અલૌકિક ચહેરાની પહેલી ઝલક સામે આવી છે. અભિષેક સમારોહ પહેલાં ગુરુવારની બપોરે રામ જન્મભૂમિનાં ગર્ભગૃહમાં ભગવાન રામની મૂર્તિ રાખવામાં આવી છે. ભગવાન રામનું અલૌકિક મુખ પહેલીવાર જોવા મળ્યું છે.પ્રભુનો શ્રી રામનો હસતો ચહેરો જોઈને મન મોહી જશે.