Connect Gujarat
દેશ

UPમાં આજે પહેલા તબક્કાનું મતદાન શરૂ, 623 ઉમેદવારોનું ભવિષ્ય આજે નક્કી થશે

ઉત્તરપ્રદેશમાં આજે 11 જિલ્લાઓની 58 સીટો પર પહેલા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. આ સીટો ખરેખરમાં ભાજપ માટે મોટો પડકાર છે.

UPમાં આજે પહેલા તબક્કાનું મતદાન શરૂ, 623 ઉમેદવારોનું ભવિષ્ય આજે નક્કી થશે
X

ઉત્તરપ્રદેશમાં આજે 11 જિલ્લાઓની 58 સીટો પર પહેલા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. આ સીટો ખરેખરમાં ભાજપ માટે મોટો પડકાર છે. સવારના 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે અને સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલવાનું છે. કોરોનાને કારણે વોટિંગનો સમય 1 કલાક સુધી વધારી દેવામાં આવી છે. આજે પહેલા તબક્કામાં 623 ઉમેદવારોના નસીબનો નિર્ણય લેવાઈ જશે. આ 58 સીટો માંથી 12 સીટો ઘણી સંવેદનશીલ છે.

આ સીટો ફતેહાબાદ, આગરા દક્ષિણ, છાતા, મથુરા, સરથાના,બાહ, મેરઠ.છપરોલી, બડૌત, બાગપત અને કૈરના છે. પહેલાજ તબક્કામાં 898 મહોલ્લા અને 5535 પોલિંગ સેન્ટર સંવેદનશીલ રાખવામાં આવ્યા છે. જોકે પહેલા તબક્કાના મતદાનમાંજ EVM મશીન ખરાબ હોવાનું સામે આવ્યું છે. મજફ્ફરનગરના ઈસ્લામિયા ઈન્ટર કોલેજ પોલિંગ બૂથ પર EVM ખરાબ હોવાનું સામે આવ્યું જેના કારણે વોટિંગ શરૂ ન થઈ શક્યું. જોકે બાકીની અન્ય જગ્યાઓ સવારના 7 વાગ્યાથી વોટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.

Next Story