Connect Gujarat
દેશ

મોદી સરકારે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાના નિયમો કર્યા સરળ,વાંચો કયા છે નવા નિયમો

હવે ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવું સરળ થઈ ગયું છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ડ્રાઈવિંગ લાયસન્સ જાહેર કરતા તેને સરળ ગણાવ્યા છે

મોદી સરકારે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાના નિયમો કર્યા સરળ,વાંચો કયા છે નવા નિયમો
X

હવે ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવું સરળ થઈ ગયું છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ડ્રાઈવિંગ લાયસન્સ જાહેર કરતા તેને સરળ ગણાવ્યા છે. નવા નિયમો અનુસાર, ખાનગી પરિવહન નિર્માતાઓ, ઓટોમોબાઈલ એસોસિએશન, એનજીઓ અથવા કાયદાકીય ખાનગી ફર્મ સહિત વિવિધ સંસ્થાઓને માન્યતા પ્રાપ્ત ડ્રાઈવર પ્રશિક્ષણ કેન્દ્ર ચલાવવાની પરવાનગી આપવામાં આવી છે. પછી એ નિર્ધારિત પ્રશિક્ષણ પાઠ્યક્રમ પુરો કરનાર લોકોને ડ્રાઈવિંગ લાયસન્સ આપી શકશે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે આ સંબંધમાં અધિસુચના જાહેર કરી દીધી છે.મંત્રાલયની તરફથી જાહેર દિશાનિર્દેશો અનુસાર ડ્રાઈવિંગ લાયસન્સ જાહેર કરવાની નવી સુવિધાની સાથે ક્ષેત્રીય પરિવહન કાર્યાલયો દ્વારા ડ્રાઈવિંગ લાયસન્સ જાહેર કરવાની પ્રક્રિયા પણ જાહેર કરી છે. મંત્રાલયે બે ઓગસ્ટ, 2021 જાહેર કરેલા નિવેદનમાં કહ્યું, "માન્ય સંસ્થાઓ જેવી કે કંપનીઓ, એનજીઓ, ખાનગી પ્રતિષ્ઠાન, ઓટોમોબાઈલ એસોસિએશન, વાહન નિર્માતા સંઘ, ડીટીસીની માન્યતા માટે અરજી કરી શકે છે. "મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી આ સંસ્થાઓ ક્ષેત્રીય પરિવહન કાર્યાલયો દ્વારા ડ્રાઈવિંગ લાયસન્સ જાહેર કરવાની હાલની સુવિધાઓ ઉપરાંત ડ્રાઈવિંગ લાયસન્સ જાહેર કરવા સક્ષમ હશે. તે માન્યતા માટે આવેદન કરવાને પાત્ર હશે. પરિવહન મંત્રાલયે ગાઈડલાઈન્સમાં આગણ જણાવ્યું છે કે તેના માટે આવેદન કરનાર કાયદાકીય એકમો જેવા કે વૈધ સંસ્થાઓની પાસે કેન્દ્રીય મોટર વાહન નિયમ, 1989 હેઠળ નિર્ધારિત ભૂમિ પર જરૂરી પાયાની જરૂરીયાતો હોવી જોઈએ. તેમની પાસે સ્થાપના બાદ એક સફ રેકોર્ડ પણ હોવો જોઈએ. દિશાનિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે, "અરજી કરનારને રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશમાં કેન્દ્ર ચલાવવા માટે પર્યાપ્ત સંસાધનોનું સંચાલન કરવા માટે પોતાની નાણાકીય ક્ષમતા દર્શાવવાની રહેશે. "

Next Story