ઉત્તરપ્રદેશમાં રામ પથ અને ભક્તિ પથ પર લગાવેલી 50 લાખની કિંમતી લાઇટોની ચોરીથી ચકચાર

અયોધ્યામાં ચોરોએ રામ લલ્લા મંદિર તરફ જતા રામ પથ અને ભક્તિ પથ પર લગાવેલી 50 લાખ રૂપિયાથી વધુની કિંમતના 3,800 બામ્બુ લાઇટ અને 36 ગોબો પ્રોજેક્ટર લાઈટની ચોરી થતા પોલીસની સુરક્ષાની વાતો પોકળ સાબિત થઇ છે.  

New Update
rampath

અયોધ્યામાં ચોરોએ રામ લલ્લા મંદિર તરફ જતા રામ પથઅને ભક્તિ પથ પર લગાવેલી50 લાખ રૂપિયાથી વધુની કિંમતના 3,800બામ્બુ લાઇટ અને 36 ગોબો પ્રોજેક્ટર લાઈટની ચોરી થતા પોલીસની સુરક્ષાની વાતો પોકળ સાબિત થઇ છે. 

ઉત્તરપ્રદેશના અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા આપવામાં આવેલા કોન્ટ્રાક્ટ હેઠળ યશ એન્ટરપ્રાઈઝ અને ક્રિષ્ના ઓટોમોબાઈલ કંપનીઓ દ્વારા રામપથના વૃક્ષો પર6,400 બામ્બુ લાઇટ અને ભક્તિપથ પર96 ગોબો પ્રોજેક્ટર લાઈટો લગાવવામાં આવી હતી. આ કંપનીના  પ્રતિનિધિ શેખર શર્માએ પોલીસ ફરિયાદમાં નોંધાવ્યા અનુસારરામપથ અને ભક્તિપથ પર લગાવવામાં આવેલી3,800 બામ્બુ લાઇટ અને36 ગોબો પ્રોજેક્ટર લાઇટ’ ચોરાઈ ગઈ છે. તેમના દ્વારા રામજન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવવામાં આવ્યો છે.પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ  આ કંપનીને લાઈટ ચોરીની જાણ મે મહિનામાં થઈ હતી. પરંતુ ચોરીના બે મહિના પછીઓગસ્ટે કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.