/connect-gujarat/media/media_files/2025/02/28/LaAkL6scI6i17rtzt8uO.png)
ઉત્તર પ્રદેશના આગરામાં પત્નીના ત્રાસથી કંટાળીને એક IT કંપનીના મેનેજરે આત્મહત્યા કરી લીધી છે.
મેનેજરે ગળામાં ફાંસો લગાવીને રડતા રડતા લાઈવ વીડિયો બનાવ્યો હતો,જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.આ વીડિયોમાં પીડિતે તેની પત્નીને આત્મહત્યા માટે જવાબદાર ગણાવી હતી.આ મામલે મૃતકના પિતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.આ ઘટનાએ બેંગલુરૂના અતુલ સુભાષ સુસાઇડ કેસની યાદ તાજા કરાવી દીધી છે.
આગરાની ડિફેન્સ કોલોનીમાં રહેતા માનવ શર્મા એક મોટી IT કંપનીમાં રિક્રૂટમેન્ટ મેનેજરના પદ પર કામ કરતો હતો. માનવે 24 ફેબ્રુઆરીએ ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી હતી. મોતને ગળે ભેટતા પહેલા માનવે રડતા રડતા દર્દનાક વીડિયો બનાવ્યો હતો, જેમાં તેણે પોતાની પત્નીના ચરિત્ર પર સવાલો ઉઠાવ્યા હતા.પોલીસે ઘટના અંગે ફરિયાદ દર્જ કરીને તપાસ શરૂ કરી છે.