Connect Gujarat
દુનિયા

પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાન વિરુદ્ધ વોરંટ જાહેર, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાન વિરુદ્ધ વોરંટ જાહેર, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
X

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન મુશ્કેલીમાં ફરી એકવાર વધારો થયો છે. વિગતો મુજબ ઈમરાન ખાન સામે આતંકવાદ વિરોધી અધિનિયમની કલમ 7 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, ઈમરાન ખાન વિરુદ્ધ વોરંટ જાહેર થતાં હવે તેની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવી શકે છે.

મહત્વનું છે કે, પાકિસ્તાનના પૂર્વ પીએમ પર એક જજ અને બે ઉચ્ચ અધિકારીઓને ધમકાવવાનો આરોપ છે. હકીકતમાં શનિવારે (20 ઓગસ્ટ) એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે ઈમરાન ખાને ટોચના પોલીસ અધિકારીઓ, એક મહિલા મેજિસ્ટ્રેટ, પાકિસ્તાનના ચૂંટણી પંચ અને રાજકીય વિરોધીઓ વિરુદ્ધ કેસ દાખલ કરવાની ધમકી આપી હતી. તેણે આ ચેતવણી તેના સાથી શાહબાઝ ગિલની સારવારને લઈને આપી હતી, જેની ગયા અઠવાડિયે રાજદ્રોહના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ પાકિસ્તાનમાં તમામ સેટેલાઇટ ટેલિવિઝન ચેનલો દ્વારા પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ખાનના ભાષણોના જીવંત પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો હતો. પાકિસ્તાન ઈલેક્ટ્રોનિક મીડિયા રેગ્યુલેટરી ઓથોરિટીએ શનિવારે એક રિલીઝમાં જણાવ્યું હતું કે, વારંવારની ચેતવણીઓ છતાં ટેલિવિઝન ચેનલો "સરકારી સંસ્થાઓ" વિરુદ્ધ સામગ્રીનું પ્રસારણ રોકવામાં નિષ્ફળ રહી છે.

Next Story