Connect Gujarat
દેશ

વેપારીને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 80 લાખ પડાવનાર યુટ્યુબરની ધરપકડ.!

યુટ્યુબર નમરા કાદિરની એક બિઝનેસમેનને હની-ટ્રેપમાં ફસાવવા અને તેને બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપીને 80 લાખ રૂપિયા પડાવવા બદલ ધરપકડ કરી છે.

વેપારીને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 80 લાખ પડાવનાર યુટ્યુબરની ધરપકડ.!
X

દિલ્હી સ્થિત યુટ્યુબર નમરા કાદિરની એક બિઝનેસમેનને હની-ટ્રેપમાં ફસાવવા અને તેને બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપીને 80 લાખ રૂપિયા પડાવવા બદલ ધરપકડ કરી છે. પોલીસે મંગળવારે આ જાણકારી આપી.

પોલીસે જણાવ્યું કે યુવતીની સોમવારે દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી, ત્યારબાદ તેને ચાર દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવી હતી. નમરા કાદિરનો પતિ અને સહ આરોપી મનીષ ઉર્ફે વિરાટ બેનીવાલ હાલ ફરાર છે. તેને પકડવા માટે વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. નમરા કાદિરના યુટ્યુબ પર 6.17 લાખ સબસ્ક્રાઇબર્સ છે.

પોલીસે જણાવ્યું કે બાદશાહપુરના રહેવાસી દિનેશ યાદવે (21) ઓગસ્ટમાં ફરિયાદ નોંધાવી હતી પરંતુ આરોપી દંપતીએ વચગાળાના જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી. તેમની વચગાળાની જામીન અરજી ફગાવી દેવાયા બાદ 26 નવેમ્બરે સેક્ટર 50 પોલીસ સ્ટેશનમાં તેમની સામે કેસ નોંધવામાં આવ્યો હતો. નમરા કાદિર અને બેનીવાલ દિલ્હીના શાલીમાર બાગના રહેવાસી છે.

સેક્ટર 50ના એસએચઓ ઇન્સ્પેક્ટર રાજેશ કુમારે જણાવ્યું હતું કે, "કાદિરે પોતાનો ગુનો કબૂલી લીધો છે અને અમે પીડિતો પાસેથી ઉઘરાવેલા પૈસા અને અન્ય વસ્તુઓ જપ્ત કરવા માટે તેને રિમાન્ડ પર લીધો છે."

Next Story