Connect Gujarat
ટેકનોલોજી

એકસાથે 20 સેટેલાઇટ લોન્ચ કરીને ભારતે રચ્યો ઇતિહાસ

એકસાથે 20 સેટેલાઇટ લોન્ચ કરીને ભારતે રચ્યો ઇતિહાસ
X

ભારતીય સ્પેસ એજન્સી ઇસરોએ એક સાથે 20 સેટેલાઇટ લોન્ચ કરીને પોતાનો જ રેકોર્ડ તોડી દીધો છે. આ પહેલા ઇસરોએ એકસાથે 10 સેટેલાઇટ લોન્ચ કર્યા હતા.

https://www.youtube.com/watch?v=TJD9GT7u2AI

પીએસએલવી C-34 કાર્ટોસેટ-2 સીરિઝના 727.5 કિલો વજનના સેટેલાઇટ સાથે અન્ય 19 સેટેલાઇટ લઇને અંતરિક્ષમાં જવા રવાના થયું હતું.

11fullyintegratedpslv-c34atvehicleassemblybuilding

આંધ્રપ્રદેશમાં શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી PSLVC-34 દ્વારા 20 ઉપગ્રહોને લોન્ચ કરવા માટે 48 કલાકનું કાઉન્ટડાઉન સોમવારે સવારે 9 વાગ્યે અને 26 મિનિટે શરૂ થઇ ગયું હતું.

ઇસરોના જણાવ્યા અનુસાર આ 20 સેટેલાઇટસનું વજન લગભગ 1, 288 ગ્રામ છે. કાર્ટોસેટ-2 સીરિઝ અગાઉના કાર્ટોસેટ-2, કાર્ટોસેટ-2A અને કાર્ટોસેટ-2Bજેવું છે.

14fullyintegratedpslv-c34withallthe20spacecraftsatsecondlaunchpad

કાર્ટોસેટ-2 સીરિઝના સેટેલાઇટ સાથે જે અન્ય સેટેલાઇટ લોન્ચ થયા છે તેમાં અમેરિકા, કેનેડા અને જર્મનીનો સમાવેશ થાય છે.

Next Story