ભારતે પોખરણમાં કર્યું નાગ મિસાઇલનું પરીક્ષણ, દુશ્મનની ટેંકને આસાનીથી કરશે ધ્વંસ

New Update
ભારતે પોખરણમાં કર્યું નાગ મિસાઇલનું પરીક્ષણ, દુશ્મનની ટેંકને આસાનીથી કરશે ધ્વંસ
Advertisment

ભારતે ગુરુવારના રોજ સવારે સુરક્ષાની દ્રષ્ટિએ એક મોટી સફળતા પ્રાપ્ત કરી છે. રાજસ્થાનના પોખરણમાં નાગ એંટી ટેંક ગાઇડેડ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે.

Advertisment

DRDO દ્વારા નિર્મિત આ દેશી મિસાઇલનું પરીક્ષણ પોખરણમાં ગુરુવારે વહેલી સવારે 06.45 કલાકે કરવામાં આવ્યું છે. નાગ મિસાઇલ સંપૂર્ણ રીતે ભારતીય છે અને આ પ્રકારની મિસાઇલોમાં ભારત દ્વારા નિર્મિત થર્ડ જનરેશનની છે. DRDO તરફથી સતત તેના અલગ-અલગ ટ્રાયલ કરવામાં આવે છે. આ પહેલા નાગ મિસાઇલના અન્ય ટ્રાયલ કરવામાં આવી ચૂક્યાં છે. 2017, 2018 અને 2019માં અલગ-અલગ રીતે નાગ મિસાઇલોનું પરીક્ષણ કરવામાં આવી ચૂક્યું છે. જેમાં અચૂક નિશાન તાકવાની ક્ષમતા છે. નાગ મિસાઇલનું વજન અન્ય મિસાઇલ કરતાં હલકું છે. નાગ મિસાઇલ આશાનીથી દુશ્મનના ટેંકને ટાર્ગેટ કરી શકે છે.

Latest Stories