Connect Gujarat
સમાચાર

INDIA VS WEST INDIES : ચોથા વનડે મેચમાં ટીમ ઈન્ડિયાએ 224 રનથી જીતી મેળવી

INDIA VS WEST INDIES  : ચોથા વનડે મેચમાં ટીમ ઈન્ડિયાએ 224 રનથી જીતી મેળવી
X

વનડે ક્રિકેટમાં વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ ભારતની સૌથી મોટી જીત

ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ પલટવાર કરતા ચોથા વનડે મેચને 224 રનથી જીતી લીધી છે. આ વનડે ક્રિકેટમાં વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ ભારતની સૌથી મોટી જીત થઈ છે.

રોહિત શર્મા (162) અને અંબાતી રાયડુની સદી (100) બાદ બોલરોના ચુસ્ત પ્રદર્શનની મદદથી ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામેની ચોથી વન-ડેમાં 224 રને ભવ્ય વિજય મેળવ્યો હતો. ભારતે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 5 વિકેટે 377 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટ ઇન્ડીઝ 36.2 ઓવરમાં 153 રનમાં ધરાશાયી થઈ ગયું હતું. આ જીત સાથે ભારતે પાંચ મેચની શ્રેણીમાં 2-1થી લીડ મેળવી લીધી છે. બંને વચ્ચે શ્રેણીની અંતિમ અને પાંચમી વન-ડે 1 નવેમ્બરના રોજ રમાશે.

વેસ્ટ ઇન્ડીઝ રોહિત શર્માના સ્કોર 162ને પણ વટાવી શક્યું ન હતું. ભારત તરફથી કુલદીપ યાદવ અને અહમદે 3-3 વિકેટ ઝડપી હતી. ભુવી અને જાડેજાને 1-1 વિકેટ મળી હતી. વિન્ડીઝ તરફથી હોલ્ડરે સૌથી વધારે 54 રન બનાવ્યા હતા.

રોહિત અને રાયડુએ ત્રીજી વિકેટ માટે 211 રનની ભાગીદારી નોંધાવી હતી. રોહિતે 137 બોલમાં 20 ફોર અને 4 સિક્સર સાથે 162 રન બનાવ્યા હતા. રાયડુએ 81 બોલમાં 9 ફોર અને 4 સિક્સર સાથે 100 રન બનાવ્યા હતા. શિખર ધવન 38, વિરાટ કોહલી 16 અને ધોની 23 રને આઉટ થયો હતો. વેસ્ટ ઇન્ડીઝ તરફથી રોચે 2 વિકેટ, જ્યારે નર્સ અને પૌલે 1-1 વિકેટ ઝડપી હતી.

ભારતના સુકાની વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

Next Story