/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/4b705c179b8f7d1629e4e2783a3df6c0.jpg)
અપરાજિત ઓસ્ટ્રેલિયા સામે વિરાટ સેનાની હતી અગ્નિ પરીક્ષા. ભારતના ૩૫૨ રનના સ્કોર સામે ઓસ્ટ્રેલિયા રહ્યું નાકામ, ૨૦ વર્ષ પછી પહેલી વાર ભારત સામે ચેઝ કરવામાં હાર્યું.
વર્લ્ડકપ ૨૦૧૯ની વાત કરીએ તો ૧૪મી મેચમાં ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા ટીમની લંડનના ઓવલ ખાતે એકબીજા સામે ટક્કર થઈ હતી. અત્યાર સુધીમાં બંને દેશ વચ્ચે ૧૧ વર્લ્ડકપ મેચ રમાઈ ચૂકી છે, જેમાંથી ઓસ્ટ્રેલિયાએ ૮ અને ઇન્ડિયાએ ૩ મેચ જીતી છે. ઇંગ્લેન્ડમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટીમ ઇન્ડિયા છેલ્લા ૩૬ વર્ષથી જીત મેળવી શકી નથી. ૫ વાર વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકેલી ઓસ્ટ્રેલિયા છેલ્લી ૧૦ મેચથી અપરાજિત છે, તો ટીમ ઇન્ડિયા તેની સામેની છેલ્લી ત્રણેય મેચ હાર્યું છે. તેવામાં ગતરોજ કોહલીની સેના ફિન્ચ એન્ડ કંપનીને કેવી રીતે માત આપે છે તે જોવા તમામ ક્રિકેટ ચાહકો ઉત્સુક હતા.
હાલ ચાલી રહેલ ક્રિકેટ જગતના વર્લ્ડકપની ૧૪મી મેચમાં લંડનના ઓવલ ખાતે ભારતે ઓસ્ટ્રેલિયાને ૩૬ રને હરાવીને વર્લ્ડકપમાં પોતાની બીજી અને વનડેમાં ૫૦મી મેચ જીતી હતી. ૩૫૩ રનનો પીછો કરતા ઓસ્ટ્રેલિયા ૫૦ ઓવરમાં માત્ર ૩૧૬ રનમાં જ ઓલઆઉટ થયું હતું. કપ્તાન ફિન્ચ અને વોર્નરે પ્રથમ વિકેટ માટે ૬૧ રન ઉમેર્યા હતા. જોકે ફિન્ચ ૩૬ રનના વ્યક્તિગત સ્કોરે રનઆઉટ થયો હતો. ત્યારબાદ જોઈએ તો વોર્નરનો ક્રિઝ ઉપર સંઘર્ષ જારી રહ્યો હતો. તેણે ૮૪ બોલમાં ૬૬ની સ્ટ્રાઇક રેટથી માત્ર ૫૬ રન કર્યા હતા. તે આઉટ થયો ત્યાર સુધીમાં મેચ ઓસ્ટ્રેલિયાની પકડથી દૂર થઇ ગઈ હતી. પૂર્વ કપ્તાન સ્ટીવ સ્મિથે ૬૯ અને કીપર કેરીએ અણનમ ૫૫ રન કર્યા હતા. જોકે તે બંનેનું યોગદાન ટીમને ફિનિશિંગ લાઈન ક્રોસ કરાવી શક્યું ન હતું. ભારત માટે બંને ફાસ્ટરભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહે ૩-૩ વિકેટ, જયારે યૂઝવેન્દ્ર ચહલે ૨ વિકેટ લીધી હતી.
૩૫૩ રનનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ ૪૦ ઓવરના અંતે ૫ વિકેટ ગુમાવી ૨૩૮ રન કર્યા હતા. એલેક્સ કેરી ૦ રનેવિકેટ પડતાં સામે ગ્લેન મેક્સવેલ ૨૩ રને રમી રહ્યા હતા. જ્યારે સ્ટોઈનિસ ૦ રને ભુવનેશ્વરની બોલિંગમાં બોલ્ડ થયો હતો. સ્ટીવ સ્મિથ ભુવનેશ્વર કુમારની બોલિંગમાં એલ.બી.ડબ્લ્યુ. થયો હતો જેમાં અમ્પાયરે તેને નોટઆઉટ આપ્યો હતો, પરંતુ ત્યાર બાદ ભારતે રિવ્યુ લઈને તેને પેવેલિયન ભેગો કર્યો હતો. સ્મિથે ૭૦ બોલમાં ૫ ચોક્કા અને૧ છગ્ગાની મદદથી ૬૯ રન કર્યા હતા. તે પહેલા ઉસ્માન ખ્વાજા જસપ્રીત બુમરાહની બોલિંગમાં સ્કૂપ શોટ રમવા જતાં બોલ્ડ થયો હતો. ઉસ્માન ખ્વાજાએ તેની બેટિંગ દરમિયાન ૩૯ બોલમાં ૪૨ રન કર્યા હતા.
આમ જોવા જઈએ તો સમગ્ર મેચ ઘણી જ દિલચસ્પ રહી હતી. ભારતીય જનતાને પોતાની ઇંડિયન ટિમ ઉપર ભરોસો હતો જે ભારતીય ટીમના જાંબાજોએ કાયમ રાખ્યો હતો. ગતરોજ ઓસ્ટ્રેલિયા સામે વિરાટ સેનાનીકઠિન અગ્નિ પરીક્ષા હોવાનું માનવમાં આવી રહ્યું હતું. ભારતના ૩૫૨ રનના સ્કોર સામે ઓસ્ટ્રેલિયા કચડાઇ ગયું હતું. ૨૦ વર્ષ પછી પહેલી વાર ઓસ્ટ્રેલિયા ભારત સામે ચેઝ કરવામાં નાકામ રહ્યું હતું.