Connect Gujarat
Featured

ભારતીય એથલિટ ગોમતી પર લાગ્યો 4 વર્ષનો પ્રતિબંધ,ચેમ્પિયનશિપ ગોલ્ડ મેડલ પાછો ખેંચાયો

ભારતીય એથલિટ ગોમતી પર લાગ્યો 4 વર્ષનો પ્રતિબંધ,ચેમ્પિયનશિપ ગોલ્ડ મેડલ પાછો ખેંચાયો
X

વર્લ્ડ એથ્લેટિક્સના એથ્લેટિસ ઈન્ટિગ્રેટી યુનિટે એશિયન ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ વિજેતા ગોમતી પર 4 વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે. પ્રતિબંધ 17 મે 2019થી 16 મે 2023ના સુધી લગાવવામાં આવ્યો છે. સાથે જ ગત વર્ષે એશિયન ચેમ્પિયનશીપમાં જીતેલ ગોલ્ડ મેડલ પણ પરત લેવામાં આવ્યો

ગોમતીના એક સાથે ચાર ટેસ્ટ સ્ટીરોઈડ 19 અથવા એન્ડ્રોસ્ટેરોન માટે સકારાત્મક મળ્યા હતા. તેના નમૂનાઓ માર્ચ 18ના રોજ લેવામાં આવ્યા હતા ત્યારબાદ એપ્રિલમાં દોહા એશિયન ચેમ્પિયનશીપમાં નમૂના લેવાયા તે પહેલાં બે નમૂના પસંદગી માટે લેવામાં આવ્યા હતા. તેમાંથી ગોમતીએ પ્રથમ, ત્રીજા અને ચોથા માટે બી સેમ્પલ પરીક્ષણ કરાવ્યું હતું, જે તમામ ટેસ્ટ પોઝિટિવ મળ્યા

દોહા એશિયન એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં 2.70 સેકન્ડના સમયમાં રેસ પુરી કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો

Next Story