/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/02/C4rqLlnXAAQ8MkI.jpg)
ભારતીય સ્પેસ એજન્સી ISRO એ ૧૦૪ સેટેલાઈટ લોન્ચ કરીને અંતરીક્ષ ક્ષેત્રે એક સાથે સૌથી વધુ સેટેલાઈટસ લોન્ચ કરવાનો વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે.
ISRO એ આ સેટેલાઈટને તારીખ 15મી ફેબ્રુઆરી 2017 બુધવારના રોજ આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા સ્થિત સતિષ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી સવારે ૯.૨૮ વાગ્યે PSLV- C37દ્રારા લોન્ચ કર્યો. તમામે સેટેલાઈટસ ઓર્બિટમાં સ્થાપિત થતા ભારતે નવો વિશ્વવિક્રમ બનાવ્યો છે.
ISRO એ લોન્ચ કરેલ ૧૦૪ સેટેલાઈટસમાં ભારતના ૩, અમેરિકાની પ્રાઇવેટ ફર્મના ૯૬ તેમજ ઇઝરાયલ, કઝાખીસ્તાન, નેધરલેન્ડસ, ઝરલેન્ડ અને યુએઈના સેટેલાઈટસનો સમાવેશ થાય છે.
અત્યાર સુધી કોઈપણ દેશે એક સાથે આટલી મોટી સંખ્યામાં સેટેલાઈટસ લોન્ચ નથી કર્યા. અગાઉ આ રેકોર્ડ રશિયાના નામે હતો, તેને વર્ષ ૨૦૧૪ માં એકવારમાં ૩૭ સેટેલાઈટસ લોન્ચ કર્યા હતા.
ઈસરોના PSLV-C37 દ્રારા લોન્ચ તમામ સેટેલાઈટસ ઓર્બીટમાં સ્થાપિત થતા અવકાશ ક્ષેત્રે ભારતના નામે નવો કીર્તિમાન સ્થાપિત થઈ ગયો છે.