Connect Gujarat
ગુજરાત

ઈસરો : PSLVનું 50મુ સફળ મિશન, ભારતનું રિસેટ- 2BR1 લોન્ચ

ઈસરો : PSLVનું 50મુ સફળ મિશન, ભારતનું રિસેટ- 2BR1 લોન્ચ
X

ભારતીય સંસ્થા ઈસરોએ આજે શ્રીહરીકોટાના

સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી પરથી ભારતીય ઉપગ્રહ રીસેટ- 2BR1 અને ચાર અન્ય દેશના 9 સેટેલાઈટ લોન્ચ કર્યા

છે.

લોન્ચિંગ પીએસએલવી-સી48 રોકેટ દ્વારા લોન્ચ

કરવામાં આવ્યું છે. રિસેટ- 2BR1 રડાર ઈમેજિંગ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ છે. તે અંધારા અને વાદળોમાં પણ

સ્પષ્ટ તસવીર લઈ શકે છે. આ સેટેલાઈટની મદદથી રડાર ઈમેજિંગ ઘણી સારી થશે. તેમાં 0.35 મીટર રિઝોલ્યુશનનો

કેમેરો છે. તે એલઓસી વિસ્તારોમાં આતંકી ગતિવિધિઓ અને ધૂસણખોરી ઉપર પણ નજર રાખશે.

તેનાથી સેનાઓ અને સુરક્ષાબળને મદદ મળશે. તેનું વજન 628 કિલોગ્રામ છે. તે

લોન્ચિંગની 17મી મિનટમાં જ જમીનથી 578 કિલમી દૂર પૃથ્વી પર કક્ષામાં સ્થાપિત થઈ જશે.

Next Story