Connect Gujarat
ગુજરાત

જામનગર : 25 વર્ષથી એકાંતરા પાણી મળવાની સમસ્યાનો આવશે અંત, સરકારની મોટી જાહેરાત

જામનગર :  25 વર્ષથી એકાંતરા પાણી મળવાની સમસ્યાનો આવશે અંત, સરકારની  મોટી જાહેરાત
X

જામનગર શહેરની વસતીને રોજના 142 એમએલડી પાણીની જરૂર છે જેની સામે માત્ર 128 એમએલડી પાણી મળી રહયું હોવાથી શહેરમાં એક દિવસના અંતરે પાણી અપાઇ છે. છેલ્લા 25 વર્ષથી ચાલી આવતી સમસ્યાના નિરાકરણ માટે સરકારે 245 કરોડ રૂપિયાની પાણી યોજનાની જાહેરાત કરી છે. જામનગર રાજ્યનું એક માત્ર એવું મહાનગર હશે જેમાં છેલ્લા 25 વર્ષ થી શહેરીજનોને મહા નગરપાલિકા દ્વારા એકાંતરા પાણી વિતરણ કરવામાં આવતું હોય...!!

હવે રહી સહી ને તંત્ર એ રૂપિયા 254 કરોડની યોજના બનાવી લોકોને દરરોજ પાણી આપવાની દિશામાં કવાયત હાથ ધરી છે. જામનગર શહેરમાં શહેરીજનો ને નળ મારફતે પાણી એક દિવસ છોડી દર બીજા દિવસે વિતરણ કરવામાં આવે છે. જેના કારણે લોકોએ રોજીંદા વપરાશ માટેનું એક દિવસનું પાણી સંગ્રહ કરવાની ફરજ પડે છે.હવે મહાનગરપાલિકા એ રૂપિયા 254 કરોડ યોજના બનાવી છે.

ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલિકા દ્વારા પાણી વિતરણ માટે વર્ષ 2002 થી શરૂ કરી વર્ષ 2018 સુધી માં અધ..ધ...કહી શકાય તેટલા રૂપિયા 273 કરોડ નો ખર્ચ કરી નાખવામાં આવ્યો છે જેમાં નવી પાઈલલાઈન, ફિલ્ટર પ્લાન્ટ, મશીનરી અને પાણી વિતરણ માં રોકાયેલ કર્મચારીઓનો પગાર સામેલ છે આટલા ખર્ચ પછી પણ દરોજ પાણી વિતરણ ના થતા વિરોધપક્ષને આ નવી જાહેરાત પણ ભ્રામક લાગી રહી છે.

Next Story