Connect Gujarat
ગુજરાત

જંબુસર : લોકડાઉન દરમ્યાન જનવિકાસ સંસ્થા દ્વારા જરૂરિયાતમંદોને વિનામુલ્યે શાકભાજી વિતરણ કરવામાં આવ્યું

જંબુસર : લોકડાઉન દરમ્યાન જનવિકાસ સંસ્થા દ્વારા જરૂરિયાતમંદોને વિનામુલ્યે શાકભાજી વિતરણ કરવામાં આવ્યું
X

રાજ્યભરમાં કોરોના જેવી મહામારીથી કરેલા લોકડાઉનમાં

કોઈ ભુખ્યું ન રહે તે હેતુ સર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં કામ કરતી સ્વૈચ્છિક

સંસ્થા જનવિકાસ જંબુસર પણ કારોના વાઇરસના ચેપને અટકાવવા અને લોકડાઉનને સમર્થન આપવા

માટે જંબુસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં માત્ર મજૂરી પર જીવન ગુજારો કરતા

કુટુંબોને શાકભાજી જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓનું વિતરણ વિનામૂલ્યે ઇસ્લામપુર ,કપૂરિયા ,આસરસા, ટીંબી,

મદાફર ,ભડકોદ્રા, માલપુર

જેવા અન્ય ગામોમાં શાકભાજી વિતરણ વ્યવસ્થા વિનામૂલ્યે શરૂ કર્યું છે.

આ શાકભાજી વિતરણ આયોજકોમાં જનવિકાસ જંબુસર

સંસ્થાના આગેવાનો રમેશભાઇ વાઘેલા, જેસંગભાઇ ઠાકોર ,ચંદુભાઈ વાઘેલા ,તથા કાલીદાસભાઇ રાઠોડ, દ્વારા શાકભાજી પરિવહન અને મિત્રની કામગીરી સરકારના નિયમ મુજબ કરવામાં આવી

રહેલ છે. સંસ્થાના કહેવા મુજબ જંબુસર તાલુકાના બારા વિભાગના બધા જ ગામડાઓને આવરી

લેવામાં આવશે. આ કાર્યક્રમ તારીખ ૧૪ એપ્રિલ 2020 સુધી ચાલુ રાખવાનું જનવિકાસ સંસ્થા દ્વારા નક્કી

કરવામાં આવેલ છે

Next Story