જંબુસરઃ ગણેશ વિસર્જન સમયે તળાવમાં ડુબી જતાં યુવકનું મોત

New Update
જંબુસરઃ ગણેશ વિસર્જન સમયે તળાવમાં ડુબી જતાં યુવકનું મોત

ઉત્સવનાં માહોલ વચ્ચે યુવાનનું મોત થતાં વાતાવરણમાં ગમગીની ફેલાયી

જંબુસરમાં આજરોજ ગણેશ વિશર્જન કરવામાં આવી રહ્યું હતું. નીલકંઠ મહાદેવ પાસે આવેલા તળાવમાં ગણેશ વિસર્જન માટે ગયેલાં ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. દરમિયાન સુનિલ કાળીદાસ વાઘેલા નામનો યુવક ગણેશજીની પ્રતિમાને ડૂબાડવા જતાં ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.

યુવાન ઉંડા પાણીમાં લાપતા થતાં વિસર્જનમાં સામેલ થયેલાં લોકોમાં દોડધામ મચી હતી. તેને બચાવવા માટે સ્થળ ઉપર હાજર લોકોએ પણ પ્રયત્ન કર્યા હતા. સ્થાનિક તરવૈયાઓએ યુવાનને બહાર કાઢ્યો હતો. સ્થળ ઉપર આવેલા 108નાં સ્ટાફ દ્વારા યુવાનની તપાસ કરતાં તે મૃત હોવાનું જણાયું હતુ. યુવાનનું મોત થતાં ગણેશ વિસર્જનનો ઉત્સાહનો માહોલ માતમમાં ફેરવાયો હતો.