Connect Gujarat
Featured

ભરૂચ : પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેતા જંબુસરના નાગરિકો, શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તંત્રને પાઠવાયું આવેદન પત્ર

ભરૂચ : પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેતા જંબુસરના નાગરિકો, શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તંત્રને પાઠવાયું આવેદન પત્ર
X

ભરૂચ જિલ્લાના જંબુસર શહેરના નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવા બાબતે જંબુસર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

જંબુસર શહેરના એસ.ટી. ડેપોથી ટંકારી ભાગોળ, ડાભા ચોકડીથી એસ.ટી. ડેપો તેમજ પ્લાઝા સર્કલથી એસ.ટી. ડેપો સુધીના વિસ્તારોમાં ચોમાસાને લઈને રોડ, રસ્તાઓ તદ્દન બિસ્માર હાલતમાં આવી ગયા છે. જંબુસર તાલુકા વિસ્તારમાં ઘણી બધી કંપનીઓ તેમજ ઉદ્યોગો સહિત પુષ્કળ પ્રમાણમાં ઈંટોના ભઠ્ઠા આવેલા છે. જેના ભારદારી વાહનો રાત-દિવસ અહીથી પસાર થાય છે. મુખ્ય માર્ગો તૂટેલા તેમજ સાંકળા હોવાથી અહી ટ્રાફિકની સમસ્યા ખૂબ જ ગંભીર છે.

જંબુસરના ટંકારી ભાગોળથી એસ.ટી. ડેપો સર્કલ સુધી કોરોડો રૂપિયાની ગ્રાન્ટમાંથી બનાવેલો નવો રોડ માત્ર 6 મહિનામાં જ તૂટી ગયો છે. આ ઉપરાંત નગરમાં યોગ્ય રીતે સફાઈ કરવામાં આવતી ન હોવાના કોંગ્રેસ દ્વારા આક્ષેપ લગાડવામાં આવ્યા છે. જોકે આગામી સમયમાં હિન્દુ તેમજ મુસ્લિમ ધર્મના ધાર્મિક તેમજ સામાજિક તહેવારો આવતા હોવાથી જંબુસર અંધારામાં હોય તેમ મોટાભાગના વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં છે, ત્યારે જંબુસર શહેરના નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવે તે માટે જંબુસર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

Next Story