જમ્મુ અને કાશ્મીરના નગરોટા વિસ્તારમાં ગુરુવારે વહેલી સવારે સુરક્ષાદળોએ 4 આતંકીઓને ઠાર માર્યા છે. આ ચારેય આતંકીઓ જૈશ-એ-મહોમ્મદના હોવાનું જાણવા મળી રહ્યું છે.
નગરોટામાં માર્યા ગયેલા ચારેય આતંકવાદી જૈશ-એ-મોહમ્મદ સંગઠન સાથે જોડાયેલા હતા. સૂત્રોના જણાવ્યાનુંસાર ચારેય ભારત- પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડરમાંથી ગત રાતે ઘૂસણખોરી કરી સાંબા પહોંચ્યા હતા. અહી પહેલા તેમની રાહ જોઈ રહેલો કોરિયર જે ટ્રક લઈને આવ્યો હતો. તે તેમને જમ્મુ કાશ્મીરમાં લઈ જવાની ફિરાકમાં હતો. સવારે લગભગ 4.45 વાગે તે લગભગ ટ્રક નગરોટા બંધ ટોલ પ્લાઝા પર પહોંચ્યો હતો. ત્યાં જમ્મુ કાશ્મીર પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે તેમને ઘેરી લીધા હતા. પોલીસને પહેલાથી તેના ઈનપુટ મળ્યા હતા.
2 કલાક ચાલેલા એન્કાઉન્ટરમાં ચારેય આતંકવાદી માર્યા ગયા હતા. હાલમાં વિસ્તામાં સર્ચ ઓપરેશન ચાલુ છે. સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસ તથા ઈન્ડિયન આર્મી સ્થળ પર તૈનાત છે. આ દરમિયાન એક જવાન ઘાયલ થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. કોટાની આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચાલુ છે
જમ્મુ જિલ્લા પોલીસ પ્રમુખ એસએસપી શ્રીધર પાટિલે કહ્યું કે લગભગ 5 વાગે કેટલાક આતંકવાદીઓએ નગરોટા વિસ્તારમાં બાન ટોલ પ્લાઝાની પાસે સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. તે એક ગાડીની પાછળ છુપાયેલા હતા. સુરક્ષાના કારણોસર પોલીસે નગરોટાના નેશનલ હાઈવેને બંધ કર્યો છે. આ ઓપરેશનમાં CRPF અને SOG સામિલ છે.