/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/08/vlcsnap-2018-08-04-00h24m24s498-e1533372175267.png)
શાળા સંચાલકો શિક્ષિકાને માર મારતાં સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો
જામનગરમાં સ્કૂલ સંચાલકની દાદાગીરીનો કિસો સામે આવ્યો છે. જેમાં શાળા સંચાલકોની કામગીરીથી નારાજ શિક્ષિકાએ રાજીનામું આપ્યાં બાદ આજરોજ સમાધાન માટે બોલાવ્યા હતા. દરમિયાન વાતાવરણ તંક બનતાં શાળા સંચાલકે મહિલા શિક્ષિકા ઉપર હાથ ઉઠાવતાં મામલો ગરમાયો હતો. સમગ્ર મામલો પોલીસ મથકમાં પહોંચ્યો છે. તો મહિલા શિક્ષિકાને શાળા સંચાલકે માર મારતાં બ્રહ્મ સમાજમાં રોષ ફાટી નિકળ્યો હતો.
જામનગરના પટેલપાર્ક વિસ્તારમાં આવેલી કાલીન્દી સ્કૂલમાં શિક્ષિકાની ફરજ બજાવતા ધારાબેન ભટ્ટ અને શાળા સંચાલક વચ્ચે મનદુઃખ થતા શિક્ષકા ધારાબેને સ્કૂલ માંથી રાજીનામુ આપી દીધું હતું. બાદમાં સમાધાન માટે ભેગા થયેલા શાળા સંચાલક અને શિક્ષિકા વચ્ચે ઝઘડો થતા સંચાલકોએ શિક્ષિકાને માર માર્યો હતો. કાલીન્દી સ્કૂલના પ્રિન્સીપાલ મહેશ મુનગરા અને મેનેજિંગ ટ્રસ્ટી ઉમેશ કોડીનારીયા દ્વારા તેમની જ સ્કૂલના મહિલા શિક્ષિકા પર હુમલાની ઘટના બાદ પીડિત શિક્ષિકા જામનગરની સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશને દોડી ગયા હતા.
મહિલા શિક્ષિકાએ શાળા સંચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. કાલીનદી સ્કૂલના મહિલા શિક્ષિકા પર હુમલાની ઘટના બાદ જામનગર બ્રહ્મ સમાજના આગેવાનો અને શિક્ષણ જગતના આગેવાનો પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. હાલમાં હુમલાખોર આરોપી ઓ ફરાર છે.