Connect Gujarat
ગુજરાત

“બર્ડ સિટી” : જામનગર શહેરને વધુ એક ઉપનામ આપી શકાય તેમ છે, જાણો કારણ..

“બર્ડ સિટી” : જામનગર શહેરને વધુ એક ઉપનામ આપી શકાય તેમ છે, જાણો કારણ..
X

જામનગરને અનેક રીતે ઓળખવામાં આવે છે, બ્રાસ સીટી, ઓઈલ સીટી, સૌરાષ્ટ્રનું પેરીસ અને છોટીકાશી જેવા અનેક ઉપનામો આ શહેરને પ્રાપ્ત થયા છે, ત્યારે આ ઉપનામોમાં વધુ એક ઉપનામ આપી શકાય તે છે બર્ડસીટી.

જામનગર

નજીકનો વિશાળ દરીયા કીનારો અને જીલ્લામાં અનેક નાના મોટા ડેમ, તળાવ અને નદીઓના

કારણે વિદેશના ૩૫૦થી વધુ પ્રજાતિના હજારો પક્ષીઓ શિયાળામાં

જામનગર શહેરના મહેમાન બને છે, ત્યારે જામનગર શહેરની

વચ્ચે આવેલું લાખોટા તળાવ આ વર્ષે સારા વરસાદના કારણે પુષ્કળ પ્રમાણમાં પાણીથી

ભરાયેલું છે જેથી પક્ષીઓને સારો ખોરાક મળી રહે છે.

જામનગરના

લાખોટા તળાવે હજારો કિલોમીટરની મુસાફરી કરી સિગલ નામના વિદેશી પક્ષી શિયાળાના ચાર

મહિના જામનગરના મહેમાન બની જામનગરની મહેમાનગતિની મોજ માણે છે. દર વર્ષે શિયાળાની

સિઝનમાં અંદાજે 5000 જેટલા સિગલ આફ્રિકા, કેનેડા અને યુરોપ દેશથી હજારો કિલોમીટરની મુસાફરી કરી

જામનગરમાં આવે છે, ત્યારે જામનગરની પક્ષીપ્રેમી પ્રજા

પણ આ વિદેશી પક્ષીઓને વહેલી સવારે અને સાંજે ચણ તેમજ ગાઠિયા ખવડાવે છે.

આ અંગે

પક્ષીવિદો નું કહેવું છે કે, જામનગરની પક્ષીપ્રેમી જનતા અજાણ્યે સિગલને ગાઠિયા ખવડાવે છે, પરંતુ તે સિગલનો ખોરાક નથી. ગાઠિયામાં આવતું તેલ અને સોડાના કારણે સિગલ

બીમાર પડે છે અને તેનું મૃત્યુ થાય છે. સિગલ દ્વારા ગાઠિયા ખાવાથી ઘણી વખત તેના

મોત થવાના બનાવો પણ બનતા હોય છે, ત્યારે પક્ષીવિદો

દ્વારા સિગલને ગાઠિયા ન ખાવડાવા માટે પણ અપીલ કરવામાં આવી છે.

Next Story