Connect Gujarat
Featured

જામનગર: હાર્દિક પટેલની અધ્યક્ષતામાં યોજાયો રોડ શો, જુઓ કોંગ્રેસનો પ્રચાર

જામનગર: હાર્દિક પટેલની અધ્યક્ષતામાં યોજાયો રોડ શો, જુઓ કોંગ્રેસનો પ્રચાર
X

જામનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ઉમેદવારો સાથે રોડ શો કરી મતદારોને રીઝવવા પ્રયાસ કર્યો હતો.

જામનગર મહાનગર પાલિકાના પૂર્વ વિપક્ષ નેતા અને વોર્ડ નંબર 12માં કોંગ્રેસ ના ઉમેદવાર અલ્તાફ ખફી અને જેનબ ખફી સહિતની પેનલ માટે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલનો એક રોડ શો યોજાયો હતો. દેશભક્તિના ગીત સાથે શરૂ થયેલ આ રોડશો વોર્ડ નંબર 12 માં જ્યાં જ્યાં થી પસાર થયો ત્યાં બંને ઉમેદવારો પર પુષ્પવર્ષા કરી સ્થાનિકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાર્દિક પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કોંગ્રેસની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને વિવિધ વાયદા કર્યા હતા.

Next Story