/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/maxresdefault-310.jpg)
જામનગર શહેરમાં લાખોટા તળાવ ખાતે એરફોર્સ દ્વારા બેન્ડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે માર્શલ ઓફ ઇન્ડિયન એરફોર્સ અર્જુનસિંઘના જન્મદિવસ નિમિતે સંગીતમય સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું.
હાલ દેશભરમાં કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. કારગિલ યુદ્ધના 20 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે એરફોર્સ દ્વારા કારગીલ વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે બેન્ડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. બેન્ડ શો દરમ્યાન એરફોર્સના જવાનો અને પરિજનો તથા મોટી સંખ્યામાં જામનગરવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જામનગરમાં સેનાની પાંખ એરફોર્સ દ્વારા જામનગર શહેરના લાખોટા તળાવની પાળે એરફોર્સ દિવસ તેમજ કારગીલ દિવસની ઉજવણીના ભાગરૂપે એક ભવ્ય બેન્ડકોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એરફોર્સના જવાનો બેન્ડના માધ્યમથી વિવિધ સુરાવલીઓ રેલાવી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા, સાથે-સાથે દેશભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે જામનગર શહેરની જનતા અને સેનાના જવાનો તેમજ પરિવારજનો સુંદર રીતે બેન્ડ કન્સર્ટ માણી શકે તે માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. જો કે યુદ્ધમાં શસ્ત્રો લઈને લડતા જવાનોને તો આપણે જોયા હોય છે, પરંતુ સંગીત સાથે જવાનોના પર્ફોર્મન્સને માણવાનો લ્હાવો પણ કંઈક અલગ જ હોય છે.