Connect Gujarat
Featured

જામનગર : ઓપન સૌરાષ્ટ્ર કચ્છ બૅડમિન્ટન ટુર્નામેન્ટનું કરાયું આયોજન, સુમેર સ્પોર્ટ્સ કલબ ખાતે યોજાઇ પત્રકાર પરિષદ

જામનગર : ઓપન સૌરાષ્ટ્ર કચ્છ બૅડમિન્ટન ટુર્નામેન્ટનું  કરાયું આયોજન, સુમેર સ્પોર્ટ્સ કલબ ખાતે યોજાઇ પત્રકાર પરિષદ
X

જામનગરમાં સૌરાષ્ટ્ર બૅડમિન્ટન એસોસિએશન તથા સુમેર સ્પોર્ટ્સ કલબ જામનગરના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ 24થી 28 ફેબ્રુઆરીના સુમેર સ્પોર્ટ્સ કલબ ખાતે ઓપન સૌરાષ્ટ્ર કચ્છ બૅડમિન્ટન ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

જામનગરના સુમેર સ્પોર્ટસ ક્લબ ખાતે સૌરાષ્ટ્ર બેડમિન્ટન એસોસિએશન અને સુમેર ક્લબ દ્વારા આ ટુર્નામેન્ટના આયોજન અંગેની માહિતી આપવા માટે યોજાયેલી પત્રકાર પરિષદમાં માહિતી આપતા સુમેર સ્પોર્ટ્સ કલબના કારોબારી સદસ્ય ભરત ખૂબચંદાનીએ જણાવ્યુ હતું કે, સુમેર સ્પોર્ટ્સ કલબના પ્રમુખ રાજુ શેઠ, સેક્રેટરી જયેશ મેહતા, પરાગ શાહ તેમજ એક્સઝીક્યુટીવ કમિટીના સહકારથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

જોકે, આ બૅડમિન્ટન ટુર્નામેન્ટ ગર્લ્સ, બોયસ, સિંગલ્સ, ડબલ્સ, મિક્સ ડબલ્સ, અંડર-19 લઇ ઓપન કેટેગરીના અલગ અલગ 7 વિભાગોમાં આગામી તારીખ 24 ફેબ્રુઆરીના સવારે 9 કલાકથી શરૂ થશે. જેની પૂર્ણાહુતિ પુર્ણાહુતિ તા. 28 ફેબ્રુઆરીના રોજ થશે. હાલ 200 જેટલા ખિલાડીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવી ચુક્યા છે. જ્યારે આગામી 22 તારીખ સુધી રજિસ્ટ્રેશન ઓપન હોવાથી 300 જેટલા ખિલાડીઓ ભાગ લે તેવી અપેક્ષા ભરત ખૂબચંદાનીએ વ્યક્ત કરી હતી. ટુર્નામેન્ટ દરમિયાન કોવિડ-19ના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. સૌરાષ્ટ્ર બેડમિન્ટન એસોસિએશનની વેબ સાઈટ પર ટુર્નામેન્ટમાં ભાગ લેવા ઇચ્છુક ખેલાડીઓ રજિસ્ટ્રેશન કરી શકે છે. પત્રકાર પરિષદમાં સુમેર કલબના બૅડમિન્ટન કોચ જિશાન, સુમેર સ્પોર્ટ્સ કલબ અને સૌરાષ્ટ્ર બેડમિન્ટન એસોસિએશનના સદસ્ય ઉપસ્થિત હતા.

Next Story