Connect Gujarat
Featured

જામનગર : પોલીસે ઝડપી પાડ્યું અનોખું હથિયાર, તમે પણ વાંચો કેવું છે હથિયાર

જામનગર : પોલીસે ઝડપી પાડ્યું અનોખું હથિયાર, તમે પણ વાંચો કેવું છે હથિયાર
X

જામનગર શહેર અને જીલ્લામાંથી હથિયારો ઝડપાવવાનો સિલસિલો યથાવત છે, એલસીબી ટીમ જામનગરને વધુ કેટલાક હથિયારોનો જથ્થો પકડવામાં સફળતા મળી છે, પણ આજે ઝડપાયેલા હથિયારોમાં એક હથિયાર તો એવું છે કે જેને જોતા જ વિજયપથ ફિલ્મમાં અભિનય કરનાર સુરેશ ઓબરોયનું પાત્ર યાદ આવી જાય, આ હથિયાર અપંગો ચાલે તેવી સ્ટીકમાં યુટ્યુબ પરથી વિડીયો જોઇને આરોપી દ્વારા બનાવવામાં આવ્યું હોવાની આરોપીએ કબુલાત આપી છે, અપંગની સ્ટીક જેવા લાગતા આ હથિયારનો ઉપયોગ આસાનીથી જો કોઈ વીઆઈપીને નિશાને લેવા માટે થઇ શકે તેવો હોવાનું પોલીસનું માનવું છે.

જામનગર પોલીસવડા દીપન ભદ્રનની સુચના તથા એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઈ.એસ એસ નીનામાના માર્ગદર્શન મુજબ એલસીબી સ્ટાફના પીએસઆઈ બી એમ. દેવમુરારી તથા પીએસઆઈ આર.બી.ગોજીયા તથા એલસીબી સ્ટાફના એએસઆઈ માંડણભાઇ વસરા, ફીરોજભાઇ દલ તથા ધાનાભાઇ મોરીને બાતમીરાહે હકિકત મળેલ જેમા જામજોધપુર તાલુકાના ગોપ ગામના પાટીયે આવેલ બસ સ્ટેન્ડની છાપરી પાસે આરોપી મનસુખ કારેણા હથિયાર સપ્લાય કરવા રાજશે મેરને આવવાનો છે. તેવી બાતમી આધારે રેઇડ કરતા આરોપી મનસુખ હરજી કારેણા રહે. જીણાવારી તા.જામજોધપુર હાલ સુરતવાળાના કબ્જામાથી પિસ્ટલ-03 તથા રીવોલ્વર-1 તથા કાર્ટીસ-06 કિ.રૂ.1,25,000/- તથા રાજશી માલદે ઓડેદરા રહે. રાણાવાવ જી. પોરબંદરના કબજામાંથી પીસ્ટલ-02 તથા ગન-01 તથા કાર્ટીસ-01 કિ.રૂ.60,100/- સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ, મનસુખ કારેણા આ હથિયાર રાજશી માલદે મેરને વેચાણ કરવા આવેલ તે દરમ્યાન બન્ને પકડાઇ ગયેલ છે. તો આરોપી મનસુખ હરજી કારેણાએ અગાઉ સલીમ ઇસ્માઇલ ઉર્ફે ટીટી મુંદ્રા રહે.આદિત્યાણા વાળા ને ગેરકાયદેસર હથિયાર વેચાણ કરેલ હોય તે અલગ અલગ ગુન્હામાં પણ નાસતો ફરતો છે. અને જે ઇસમ અગાઉ લુંટના ગુન્હામાં સંડોવણી હોવાનું ખુલવા પામેલ છે. તેમજ રાજશી ઓડેદરા અગાઉ રાણાવાવ માં મારા મારીના બે ગુન્હામાં સંડોવાયેલ છે. બન્ને આરોપીઓએ આ હથિયારથી કોઇ ગુન્હો કરેલ છે કે કેમ તેમજ અન્ય કોઇને આપેલ છે. કે કેમ તે અંગેની તપાસ એલસીબી દ્વારા કરવામાં આવી રહી છે.

Next Story