જામનગરઃ પોલીસ કર્મીઓ વેપારી સાથે મારઝૂડ કરતાં ભારે આક્રોષ, યોજાયી રેલી

New Update
જામનગરઃ પોલીસ કર્મીઓ વેપારી સાથે મારઝૂડ કરતાં ભારે આક્રોષ, યોજાયી રેલી

એલસીબીના પોલીસ કર્મીએ વેપારીને માર મારતો વીડિયો હાલ જામનગરમાં વાયરલ થઈ રહ્યો છે

જામનગર એલસીબીના એક કર્મચારી દ્વારા વેપારીઓને ઢોર માર મારતા વેપારી મંડળમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જેને લઈને શહેરના ગ્રેઇન માર્કેટથી બાઈક રેલી યોજી જામનગર પોલીસ વડાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને વેપારીઓને ન્યાય મળે તેવી માંગ કરી હતી.

જામનગર આમ તો પોલીસને પ્રજાનો રક્ષક કહેવામા આવે છે. પણ આ રક્ષક જ ભક્ષક બની જાય તો શું થાય? તેનો એક વિડીયો જામનગરમાં સામે આવ્યો છે. વાત જાણે એવી છે કે, બે દિવસ પૂર્વે જામનગર એલસીબીએ દરેડ અને દિગ્વીજય પ્લોટ વિસ્તારમાંથી મોટા પાયે નકલી તમાકુનો જથ્થો ઝડપી પાડ્યો હતો. એ જ દિવસે ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં આવેલી આર.કે ટ્રેડિંગ નામની પેઢી પર એલસીબીનો પોલીસકર્મી મિતેશ પટેલ ત્યાં પહોંચ્યો હતો.

વેપારી સાથે વાતચીત કરતાં કરતા અચાનક તેને એક બાદ એક ફડાકા ઝીંકવા લાગ્યો હતો. આ સમગ્ર ઘટના દુકાનમાં રહેલા અલગ અલગ બે સીસીટીવી કેમેરાઓમાં કેદ થઈ જતાં આ વિડીયો સામે આવ્યો છે. જે જામનગરમાં વાઇરલ થયો છે. આજે જામનગર વેપારી મહામંડળની આગેવાની હેઠળ એલસીબીના પોલીસકર્મીના મારનો ભોગ બનનાર વેપારી સહિત મોટી સંખ્યામાં વેપારીઓ જીલ્લા પોલીસ વડાને આ મામલે યોગ્ય પગલાં લેવા રજૂઆત કરી હતી. જીલ્લા પોલીસવડાને આવેદન પત્ર આપ્યું હતું. વેપારી પર પોતાની જ દુકાનમાં પોલીસના આ કૃત્ય અંગે જામનગરના વેપારી આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો.

Latest Stories